April 1, 2026
હેલ્થ

વધતું જતું મોબાઈલનું વળગણ.... હવે જમતી વખતે પણ 'સ્ક્રીન'નો સાથ, પાચન અને સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો

04:47:00 PM
Save
Mar 30, 2026
Share :
<p>વધતું જતું મોબાઈલનું વળગણ.... <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>હવે જમતી વખતે પણ 'સ્ક્રીન'નો સાથ, પાચન અને સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો</strong></span></p>

આજના આધુનિક યુગમાં સ્માર્ટફોન માનવીના જીવનનું અવિભાજ્ય અંગ બની ગયો છે, પરંતુ તેનું વધતું જતું વળગણ હવે ગંભીર શારીરિક અને માનસિક બીમારીઓનું કારણ બની રહ્યું છે. કલાકો સુધી સ્ક્રીન સામે બેસી રહેવાની લત માત્ર આંખો કે મગજને જ નહીં, પરંતુ વ્યક્તિના પાચનતંત્ર અને તેના પોતાના શરીર પ્રત્યેના દ્રષ્ટિકોણને પણ નકારાત્મક રીતે પ્રભાવિત કરી રહી છે. આ ડિજિટલ વ્યસન યુવાનોમાં માનસિક તણાવ અને ફૂડ એડિક્શન જેવી નવી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી કરી રહ્યું છે, જેનાથી બચવા માટે હવે 'ડિજિટલ ડિટોક્સ' અનિવાર્ય બન્યું છે.

વર્તમાન સમયમાં સ્માર્ટફોન માત્ર વાતચીત કરવાનું સાધન મટીને વ્યક્તિનું અભિન્ન અંગ બની ગયો છે. જો તમે સ્માર્ટફોન પર કલાકો સુધી સમય પસાર કરતા હો તો તમારે સમયસર ચેતી જવાની જરૂર છે. આજે મોબાઈલ ફોન એક દર્પણ અને સાથીની જેમ કામ કરે છે, જે ક્યારેક તમારી ટીકા પણ કરે છે અને તેની સીધી અસર તમારા માનસિક સ્વાસ્થ્ય પર પડે છે.

ખાનપાનની શૈલી પર નકારાત્મક અસર

મોબાઈલના અતિશય વપરાશને કારણે વ્યક્તિની પોતાની જાતને મૂલવવાની રીત બદલાઈ ગઈ છે. સ્માર્ટફોનની લતને કારણે લોકોમાં હવે 'ફૂડ એડિક્શન' એટલે કે ખોરાકની લત સહિતની ભોજન સાથે જોડાયેલી અનેક ગંભીર સમસ્યાઓ વધવા લાગી છે, જે લાંબે ગાળે શારીરિક નુકસાન પહોંચાડે છે. સ્માર્ટફોનના અયોગ્ય ઉપયોગ અને ખાનપાનની વિકૃતિઓ વચ્ચે સીધો સંબંધ જોવા મળ્યો છે. ડિજિટલ સ્ક્રીન પાછળ વધુ સમય વિતાવતા લોકોમાં ખાણી-પીણીના અસામાન્ય લક્ષણો વધુ જોવા મળે છે.

યુવાનો પર કરાયેલો વ્યાપક અભ્યાસ

આ ગંભીર સમસ્યાને સમજવા માટે પબમેડ અને એમ્બેઝ જેવા પ્રતિષ્ઠિત ડેટાબેઝનો ઉપયોગ કરીને  યુવાનોનો સર્વે કરવામાં આવ્યો હતો. આટલા મોટા પાયે કરાયેલા અભ્યાસમાં શરીર પ્રત્યેનો અસંતોષ, ભાવનાત્મક અસ્થિરતા અને ખોરાક પ્રત્યેની અસાધારણ આસક્તિ જેવા પાસાઓ મુખ્યત્વે બહાર આવ્યા છે.

વૈશ્વિક સ્તરે સમાન લક્ષણો

આ સમસ્યા માત્ર કોઈ એક પ્રદેશ પૂરતી મર્યાદિત નથી, પરંતુ વિશ્વભરના વિવિધ દેશો અને વયજૂથના લોકોમાં સમાન રીતે જોવા મળી છે. રિસર્ચ અનુસાર, જે લોકો ટેવવશ અને બિનજરૂરી રીતે ફોનનો ઉપયોગ કરે છે, તેઓ પોતાના શરીર પ્રત્યે નકારાત્મક લાગણી અનુભવે છે અને તેમનું ભોજન લેવાનું ટાઈમટેબલ ખોરવાય છે.

લાગણીઓ અને તણાવનું જોડાણ

મોબાઈલનો વધુ પડતો વપરાશ માનસિક તંગદિલીમાં વધારો કરે છે. સતત ઉખડેલો મૂડ અને લાગણીઓ પર કાબૂ ન રહેવો જેવી સમસ્યાઓ સીધી રીતે ફૂડ હેબિટ્સ સાથે જોડાયેલી છે. સ્માર્ટફોનને કારણે આવતા મૂડ સ્વિંગ્સ વ્યક્તિને અયોગ્ય સમયે કે અયોગ્ય માત્રામાં ભોજન લેવા માટે પ્રેરે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

માનસિક મજબૂતી માટેના રચનાત્મક ઉપાયો 

આ લતમાંથી મુક્તિ મેળવવા માટે કાગળ-પેન લઈને સુડોકુ કે ક્રોસવર્ડ ભરવા જેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ. આ સિવાય રુબિક ક્યુબ જેવી રમતો અથવા ડાયરી લખવાની આદત કેળવવી જોઈએ, જેથી તમારું ધ્યાન સ્ક્રીન પરથી હટે અને મગજની કલ્પનાશક્તિમાં વધારો થાય.

 સામાજિક જોડાણ અને શોખનું મહત્વ

ડિજિટલ દુનિયામાંથી બહાર આવવા માટે પરિવાર અને મિત્રો સાથે રૂબરૂ વાતચીત કરવી અને તાજી હવામાં ચાલવા જવું અત્યંત જરૂરી છે. ઓનલાઇન ચેટિંગના બદલે વાસ્તવિક વાતચીત અને બાગકામ કે રાંધણકળા જેવા શોખ કેળવવાથી માનસિક હળવાશ મળે છે અને સ્માર્ટફોન પરની નિર્ભરતા ઘટે છે.