₹5 લાખનું ચાર્જર અને ચાર્જિંગ સ્પીડ સાધારણ! Hermesની આ લક્ઝરી પ્રોડક્ટ જોઈ ટેક એક્સપર્ટ્સ પણ માથું ખંજવાળવા મજબૂર
વિશ્વવિખ્યાત ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ Hermes એ Apple ડિવાઇસ માટે પ્રીમિયમ લેધર-રેપ્ડ ચાર્જિંગ એક્સેસરીઝનું નવું કલેક્શન લોન્ચ કર્યું છે. આ કલેક્શનમાં સામેલ વાયરલેસ ચાર્જરની કિંમત સાંભળીને ટેક એક્સપર્ટ્સ અને સામાન્ય લોકો પણ ચોંકી ઉઠ્યા છે. આ હાઈ-એન્ડ ચાર્જરની કિંમત આશરે અંદાજે ₹5 લાખ રાખવામાં આવી છે, જે કિંમતમાં Apple ના ત્રણ MacBook Pro ખરીદી શકાય છે. Hermes ના આ મલ્ટી-ડિવાઇસ વાયરલેસ ચાર્જરને બ્રાન્ડના આઇકોનિક 'ગોલ્ડ-કલર કાફસ્કિન લેધર' માં તૈયાર કરવામાં આવ્યું છે.
આ કલેક્શનમાં 'Paddock Solo' ચાર્જરનો પણ સમાવેશ થાય છે, જેની કિંમત આશરે ₹1.17 લાખ ($1,250) છે. આ ચાર્જર કાફસ્કિન લેધર અને સ્પેશિયલ સેડલ સ્ટિચિંગ ડિઝાઇન સાથે આવે છે. જોકે, કંપનીએ તેની ચોક્કસ ચાર્જિંગ સ્પીડ જાહેર કરી નથી, પરંતુ જણાવ્યું છે કે તેને કાર્યરત કરવા માટે ઓછામાં ઓછું 20W પાવર એડેપ્ટર જરૂરી છે. આ નવા કલેક્શનમાં ડબલ-સાઇડેડ ચાર્જર અને બે ડિવાઇસ ચાર્જ કરી શકે છે, આશ્ચર્યની વાત એ છે કે, લાખો રૂપિયાની કિંમત હોવા છતાં, Hermes આમાંથી કોઈપણ ચાર્જર સાથે 'પાવર એડેપ્ટર' આપતું નથી.
ગ્રાહકોએ આટલી મોટી રકમ ખર્ચ્યા પછી પણ એડેપ્ટર અલગથી ખરીદવું પડશે, જે બાબત હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા અને ટ્રોલિંગનો વિષય બની છે. લાખો રૂપિયાનું ચાર્જર હોવા છતાં બેઝિક એસેસરીઝની ગેરહાજરીને લોકો હાસ્યાસ્પદ ગણાવી રહ્યા છે. ટેક પ્રેમીઓનું કહેવું છે કે લક્ઝરીના નામે આટલી ઊંચી કિંમત વસૂલવી અને પછી એડેપ્ટર ન આપવું તે ગ્રાહકો સાથેની મજાક સમાન છે.
Hermes દ્વારા આ ચાર્જરને ખાસ કરીને એવા વર્ગ માટે લોન્ચ કરવામાં આવ્યું છે જેઓ ટેકનોલોજીની સાથે સ્ટેટસ સિમ્બોલને વધુ મહત્વ આપે છે. Hermes ની આ નવી લાઇન ભલે પ્રીમિયમ મટીરિયલ અને બ્રાન્ડ વેલ્યુ ધરાવતી હોય, પરંતુ તેની ઉપયોગિતા અને કિંમત વચ્ચેના તફાવતે ટેક ઉદ્યોગમાં એક નવી ચર્ચા છેડી દીધી છે. લક્ઝરી બ્રાન્ડ્સ હવે પ્રોડક્ટના ફીચર્સ કરતા તેના દેખાવ અને લેધર ક્વોલિટી પર વધુ ધ્યાન આપી રહી હોય તેવું સ્પષ્ટ દેખાય છે.