April 1, 2026
ગુજરાત

હિંમતનગરમાં જનસેવા કેન્દ્રમાં બોગસ આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, 2ની ધરપકડ

04:17:00 PM
Save
Mar 20, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>હિંમતનગરમાં જનસેવા કેન્દ્રમાં બોગસ આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, </strong></span>2ની ધરપકડ</p>

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલા બહુમાળી ભવન કમ્પાઉન્ડમાં કાર્યરત જનસેવા કેન્દ્રમાં બોગસ આધાર કાર્ડ અને સરકારી સર્ટિફિકેટ બનાવવાનું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચએ ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડીને સરકારી દસ્તાવેજોમાં ગેરકાયદેસર રીતે છેડછાડ કરતા બે મુખ્ય શખસોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ કૌભાંડમાં સંડોવાયેલા બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં જનસેવા કેન્દ્રના ઓપરેટર ચંદ્રકેતુ પ્રજાપતિ અને ખાનગી કોમન સર્વિસ સેન્ટરના સંચાલક કિશોર પ્રજાપતિનો સમાવેશ થાય છે. આ બંને શખસો પરસ્પર મિલીભગતથી જનસેવા કેન્દ્રમાં આવતા લોકોના ડેટા અને દસ્તાવેજો સાથે ચેડાં કરીને બોગસ સર્ટિફિકેટ્સ તૈયાર કરી આપતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આરોપીઓ જનસેવા કેન્દ્રમાં આવતા અરજદારોના આધાર કાર્ડ, જન્મના દાખલા, જાતિના દાખલા અને લિવિંગ સર્ટિફિકેટ જેવા મહત્વના દસ્તાવેજોમાં છેડછાડ કરતા હતા.

આ શખસો જરૂરિયાત મુજબ દસ્તાવેજોમાં નામ, સરનામું કે જન્મતારીખ બદલી નાખતા અને તે બોગસ દસ્તાવેજોને અસલી તરીકે ખપાવવા માટે મામલતદાર કચેરી તેમજ નગરપાલિકાના નકલી સિક્કાઓનો પણ સરેઆમ ઉપયોગ કરતા હતા.લોકલ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં અત્યાર સુધી અનેક બોગસ સર્ટિફિકેટ્સ અને છેડછાડ કરેલા આધાર કાર્ડ મળી આવ્યા છે.

પોલીસે ઘટનાસ્થળેથી કોમ્પ્યુટર સિસ્ટમ, નકલી સિક્કાઓ અને વાંધાજનક સાહિત્ય કબજે કર્યું છે. આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું અને અત્યાર સુધી કેટલા લોકોને આવા બોગસ દસ્તાવેજો બનાવી આપવામાં આવ્યા છે, તેની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.