April 1, 2026
હેલ્થ

કઢી માત્ર વ્યંજન નથી, 2000 વર્ષ જૂની પરંપરા છે....જાણો કેવી રીતે પડ્યું આ લોકપ્રિય વાનગીનું નામ 'કઢી'

03:21:00 PM
Save
Mar 21, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>કઢી માત્ર વ્યંજન નથી, 2000 વર્ષ જૂની પરંપરા છે....</strong></span>જાણો કેવી રીતે પડ્યું આ લોકપ્રિય વાનગીનું નામ 'કઢી'</p>

ભારતીય ભોજનમાં કઢી એક એવું નામ છે જે સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. દહીં અને ચણાના લોટના સંગમથી બનતી આ વાનગી આજે ભાત, રોટલી કે બાટી સાથે દરેક ઘરમાં હોંશે-હોંશે ખવાય છે. પરંતુ, બહુ ઓછા લોકો જાણે છે કે આ સ્વાદિષ્ટ વાનગીનો ઈતિહાસ 2000 વર્ષ જેટલો જૂનો છે અને તેની શરૂઆત અત્યંત કપરા સંજોગોમાં થઈ હતી. કઢીનો ઉદ્ભવ પ્રાચીન ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગ એટલે કે વર્તમાન ગુજરાત અને રાજસ્થાનના રણ વિસ્તારોમાં થયો હતો. એ સમયે આ વિસ્તારોમાં હરિયાળી ખૂબ ઓછી હતી અને શાકભાજીની ભારે અછત રહેતી હતી.

આ ભૌગોલિક મર્યાદાએ લોકોને રસોઈમાં નવા પ્રયોગો કરવા મજબૂર કર્યા, જેમાંથી આ અદ્ભુત વાનગીનો જન્મ થયો. પ્રાચીન કાળમાં ફ્રિજ જેવી કોઈ સુવિધા નહોતી, તેથી ગરમીના દિવસોમાં દૂધને લાંબો સમય સાચવવું મુશ્કેલ બની જતું. દૂધ ખાટું થઈને છાશ બની જાય ત્યારે તેને ફેંકી દેવાને બદલે રણ પ્રદેશના લોકોએ તેમાં ચણાનો લોટ ઉમેરીને રાંધવાનું શરૂ કર્યું. શાકભાજી વગર પેટ ભરવા માટે દૂધ અને અનાજનું આ મિશ્રણ એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થયું.‘કઢી’ શબ્દના મૂળ સંસ્કૃત ભાષા સાથે જોડાયેલા છે.

આ શબ્દ સંસ્કૃતના ‘ક્વાથિત’ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં તેનો અર્થ ‘લાંબા સમય સુધી ઉકાળેલી વસ્તુ’ એવો થાય છે. કઢી બનાવવાની પ્રક્રિયામાં તેને ધીમા તાપે સતત ઉકાળવામાં આવે છે, જેના કારણે તેનું નામ કઢી પડ્યું હોવાનું મનાય છે. ભારતીય આયુર્વેદમાં પણ કઢીના પૂર્વજ ગણાતી વાનગીઓનો ઉલ્લેખ મળે છે. પ્રસિદ્ધ આયુર્વેદિક ગ્રંથ ચરક સંહિતા’ માં ‘તક્ર’ એટલે કે છાશના ઔષધીય ગુણોનું વર્ણન છે.

છાશને મસાલા સાથે રાંધીને ખાવાથી પાચનતંત્ર મજબૂત થાય છે અને શરીરને ઠંડક મળે છે, તેવા તર્ક સાથે પ્રાચીન કાળથી જ તેને આહારમાં સ્થાન અપાયું હતું.જ્યારે બ્રિટિશરો સુરતના બંદરે ઉતર્યા, ત્યારે તેમણે આ વાનગીનો સ્વાદ ચાખ્યો હતો. અંગ્રેજો માટે દહીં અને મસાલાનું આ ગરમ મિશ્રણ એક નવો અનુભવ હતો. એવું પણ કહેવાય છે કે અંગ્રેજોએ ભારતમાંથી પ્રેરણા લઈને જ પાછળથી પશ્ચિમમાં ‘સૂપ’ જેવી વાનગીઓ બનાવવાની શરૂઆત કરી હતી.

સમય જતાં, કઢી ભારતના દરેક ખૂણે પહોંચી અને ત્યાંની સ્થાનિક પરંપરા મુજબ તેના સ્વાદમાં પરિવર્તન આવ્યું. પંજાબમાં તેમાં પકોડા ઉમેરાયા, તો દક્ષિણ ભારતમાં કઢી પત્તા અને રાઈનો વઘાર મુખ્ય બન્યો. મહારાષ્ટ્રમાં ખાટા સ્વાદ માટે ‘કોકમ’નો ઉપયોગ શરૂ થયો, જ્યારે ગુજરાતીઓએ તેમાં ગોળ ઉમેરીને તેને મીઠો અને ખાટો સ્વાદ આપ્યો.

આજે કઢી માત્ર એક વાનગી નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને અનુકૂલન શક્તિનું પ્રતીક છે. રણ પ્રદેશની તંગીમાંથી શરૂ થયેલી આ સફર આજે વૈશ્વિક સ્તરે ભારતીય ભોજનની ઓળખ બની ચૂકી છે. 2000 વર્ષ પછી પણ, કઢીનો સ્વાદ અને તેની લોકપ્રિયતા અકબંધ છે, જે સાબિત કરે છે કે સાચો સ્વાદ ક્યારેય જૂનો થતો નથી.