April 1, 2026
લાઈફ સ્ટાઇલ

ગરોળીના ત્રાસથી છો પરેશાન? મોંઘી સ્પ્રેની જરૂર નથી, આ વસ્તુઓ જ છે કાફી

10:05:00 AM
Save
Mar 22, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ગરોળીના ત્રાસથી છો પરેશાન? </strong></span>મોંઘી સ્પ્રેની જરૂર નથી, આ વસ્તુઓ જ છે કાફી</p>

ઘરની દિવાલો પર ફરતી ગરોળી ભલે કદમાં નાની હોય, પરંતુ તેની હાજરી જ બાળકોથી લઈને મોટેરાંઓ સુધીના તમામમાં ફફડાટ પેદા કરવા માટે કાફી છે. રસોડાના પ્લેટફોર્મથી લઈને બેડરૂમના ખૂણાઓ સુધી ગરોળીનું 'રાજ' માત્ર ડરામણું જ નથી, પણ અસ્વચ્છતા પણ ફેલાવે છે. સામાન્ય રીતે આપણે તેને ભગાડવા માટે પાણી છાંટીએ છીએ, પણ થોડી જ વારમાં તે પાછી આવી જાય છે. જો તમે પણ ગરોળીના ત્રાસથી કાયમ માટે છુટકારો મેળવવા માંગતા હોવ તો રસોડામાં હાજર કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને તમે આસાનીથી તેને ઘરની બહાર કાઢી શકો છો.

સામાન્ય રીતે ગરોળી નાના જંતુઓ અને ખોરાકની શોધમાં આપણા ઘરના રસોડા, બાથરૂમ કે બેડરૂમની દિવાલો પર આશ્રય લે છે. ઘરનું ભેજવાળું તાપમાન અને ખૂણાઓમાં ભરાઈ રહેલો કચરો તેમને આકર્ષે છે. પરંતુ સ્માર્ટ ઘરેલું નુસખાઓ જ કાફી છે. ઘણીવાર લોકો પાણી છાંટીને ગરોળી ભગાડે છે, પણ તે થોડીવારમાં પાછી આવે છે. આ આધુનિક અને સરળ હેક્સનો ઉપયોગ કરવાથી ગરોળી કાયમ માટે ઘરને ‘ગુડબાય’ કહી દેશે અને પરિવાર ખાસ કરીને બાળકો સુરક્ષિત અનુભવશે.

લસણનો જાદુઈ સ્પ્રે

 ગરોળીને લસણની તીવ્ર ગંધ જરાય ગમતી નથી. એક કપ પાણીમાં લસણની કળીનો ભૂકો ભેળવી સ્પ્રે બોટલમાં ભરો. આ મિશ્રણને ગરોળી દેખાતી હોય તેવા ખૂણાઓમાં છાંટવાથી ગરોળી તરત જ દૂર ભાગશે.

ઈંડાના છીપનો પ્રયોગ

ગરોળીને ઈંડાના છીપની ગંધથી ડર લાગે છે. ઈંડાના ખાલી છીપને વાટીને રસોડાના કાઉન્ટર, કબાટ કે બારીઓ પાસે મૂકી દો. તેની ગંધથી ગરોળી તે વિસ્તારમાં ફરકવાની હિંમત પણ નહીં કરે.

તીખા મરચાનું પાણી

ગરોળીની આંખો ખૂબ જ સંવેદનશીલ હોય છે. એક ગ્લાસ પાણીમાં કાળા મરી અને લાલ મરચાનો પાવડર મિક્સ કરીને તેનો છંટકાવ કરવાથી ગરોળી ડરીને ભાગી જાય છે. આ એક અત્યંત અસરકારક કુદરતી રીત છે.

કોફી અને તમાકુના ગોળા

કોફી પાવડર અને તમાકુને પાણીમાં ભેળવીને નાના ગોળા બનાવો. આ ગોળાઓને ગરોળીના આશ્રયસ્થાન પાસે મૂકવાથી તેની ગંધ ગરોળીને ઘરની બહાર જવા મજબૂર કરે છે.

કપૂરની ટીકડીઓ

કપૂરની તીવ્ર સુગંધ ગરોળીને ગૂંગળામણ અનુભવાવે છે. સિંક નીચે, સ્ટોરરૂમ કે ડ્રેસિંગ ટેબલના ખૂણામાં કપૂરની નાની ટીકડીઓ મૂકવાથી ગરોળીઓ પ્રવેશતી અટકે છે અને ઘર પણ સુગંધિત રહે છે.

 સ્વચ્છતા છે પ્રથમ શરત

ગરોળીને દૂર રાખવા માટે ઘરમાં ભેજ ઘટાડવો અને જંતુઓનો નાશ કરવો જરૂરી છે. જો ઘરમાં ઝીણી જીવાત નહીં હોય, તો ગરોળીને ખોરાક નહીં મળે અને તે આપોઆપ બીજા સ્થળે જતી રહેશે.