April 4, 2026
રાશિફળ

04 એપ્રિલનું રાશિફળ : તુલા રાશિના જાતકોને તેમની વાણીથી કામ બનશે સરળ, જાણો અન્ય જાતકો માટે કેવો રહેશે દિવસ... 

06:00:00 AM
Save
Apr 4, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>04 એપ્રિલનું રાશિફળ : </strong></span>તુલા રાશિના જાતકોને તેમની વાણીથી કામ બનશે સરળ, <strong>જાણો અન્ય જાતકો માટે કેવો રહેશે દિવસ... </strong></p>

ગુજરાતી પંચાંગ અનુસાર, 04 એપ્રિલ 2026, શનિવારનો દિવસ તમારી માટે કેવો રહેશે. 

જ્યોતિષી હિરેનભાઈ જોશીના મતે 12 રાશિ માટે આજનો દિવસ કેવો રહેશે, તમારી રાશિ પ્રમાણે જાણો તમારું રાશિફળ.

મેષ રાશિ (અ, લ, ઇ)
• દિવસ : આજે માનસિક ઉથલપાથલ થઈ શકે, પરંતુ તમે તમારા સાહસથી તેને નિયંત્રિત કરી શકશો. ગુપ્ત વિષયો પ્રત્યે રસ વધશે.
• કાર્ય અને નાણાં: પિતૃ સંપત્તિથી લાભના યોગ છે. અચાનક ધનલાભ થઈ શકે છે, પરંતુ સટ્ટાબાજીથી દૂર રહો.
• સંબંધ: સાસરિયાપક્ષ સાથે વાતચીતમાં સાવધાની રાખો. જીવનસાથીનો સહકાર મળશે.

વૃષભ રાશિ (બ, વ, ઉ)
• દિવસ : ભાગીદારીના કામોમાં સફળતા મળશે. વ્યાપારી પ્રવાસ લાભદાયક રહેશે.
• કાર્ય અને નાણાં: નવા કરાર મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.
• સંબંધ: વૈવાહિક જીવન સુખમય રહેશે. અવિવાહિતો માટે શુભ સમાચાર મળશે.

મિથુન રાશિ (ક, છ, ઘ)
દિવસ : શત્રુઓ પર વિજય મળશે. આરોગ્યમાં સુધારો થશે.
• કાર્ય અને નાણાં: નોકરીમાં પ્રશંસા મળશે. જૂના કર્જમાંથી રાહત મળશે.
• સંબંધ: મોસાળ પક્ષનો સહકાર મળશે. પરિવાર સુખમય રહેશે.

કર્ક રાશિ (ડ, હ)
• દિવસ: સર્જનાત્મક કાર્યોમાં મન લાગશે. વિદ્યાર્થીઓ માટે શુભ દિવસ છે.
• કાર્ય અને નાણાં: શેરબજાર અને કલાત્મક કાર્યોમાં લાભ થશે.
• સંબંધ: પ્રેમ સંબંધ મજબૂત બનશે. સંતાન તરફથી શુભ સમાચાર મળશે.

સિંહ રાશિ (મ, ટ)
• દિવસ : આરામ અને માનસિક શાંતિ પર ધ્યાન રહેશે. ઘરના કામમાં ખર્ચ થશે.
• કાર્ય અને નાણાં: પ્રોપર્ટી અથવા વાહન લાભના યોગ છે.
• સંબંધ: પરિવારની જૂની સમસ્યાઓ દૂર થશે.

કન્યા રાશિ (ન, ય)
• દિવસ : આત્મવિશ્વાસ વધશે. નાની મુસાફરી લાભદાયક રહેશે.
• કાર્ય અને નાણાં: માર્કેટિંગ અને સંચાર ક્ષેત્રે સફળતા મળશે.
• સંબંધ: ભાઈ-બહેન સાથે સારો તાલમેલ રહેશે.

તુલા રાશિ (ર, ત)
•દિવસ : તમારી વાણીથી કામ સરળ બનશે. ધન વૃદ્ધિના પ્રયત્ન સફળ થશે.
• કાર્ય અને નાણાં: આભૂષણ અને રત્ન વ્યવસાયમાં લાભ મળશે.
• સંબંધ: કુટુંબમાં માન-સન્માન વધશે.

વૃશ્ચિક રાશિ (ન, ય)
•દિવસ : આત્મવિશ્વાસ અને ઊર્જામાં વધારો થશે.
• કાર્ય અને નાણાં: કાર્યક્ષેત્રમાં પ્રતિષ્ઠા વધશે. નવી જવાબદારી મળી શકે છે.
• સંબંધ: જીવનસાથીનો સહકાર મળશે. સંબંધોમાં વિશ્વાસ વધશે.

ધન રાશિ (ભ, ધ, ફ, ઢ)
•દિવસ: સાવધાની રાખવાની જરૂર છે. ખર્ચ નિયંત્રિત કરો.
• કાર્ય અને નાણાં: વિદેશી સંપર્કોથી લાભ થશે. રોકાણમાં ધીરજ રાખો.
• સંબંધ: જીવનસાથીનો સહકાર મળશે.

મકર રાશિ (ખ, જ)
• દિવસ: મહત્વાકાંક્ષા પૂર્ણ થશે. નવા લાભના અવસર મળશે.
• કાર્ય અને નાણાં: આવકના નવા સ્ત્રોત બનશે. જૂના રોકાણથી લાભ મળશે.
• સંબંધ: મિત્રો સાથે સારો સમય પસાર થશે.

કુંભ રાશિ (ગ, શ, સ, ષ)
દિવસ : કાર્યક્ષેત્રમાં માન-સન્માન વધશે.
• કાર્ય અને નાણાં: પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે.
• સંબંધ: પિતાની સાથે સારો સંબંધ રહેશે.

મીન રાશિ (દ, ચ, ઝ, થ)
• દિવસ : ભાગ્યનો પૂર્ણ સહકાર મળશે. ધાર્મિક યાત્રાના યોગ છે.
• કાર્ય અને નાણાં: ઉચ્ચ શિક્ષણ અને વિદેશી કાર્યોમાં સફળતા મળશે.
• સંબંધ: પરિવારમાં શુભ પ્રસંગ થશે.