29 માર્ચનું રાશિફળ : નવી યોજનાઓ શરૂ કરવા માટે આજનો દિવસ સિંહ રાશિના લોકો માટે છે સર્વોત્તમ, જાણો અન્ય જાતકો માટે કેવો રહેશે દિવસ...
ગુજરાતી પંચાંગ અનુસાર, 29 માર્ચ 2026, રવિવારનો દિવસ તમારી માટે કેવો રહેશે.
જ્યોતિષી હિરેનભાઈ જોશીના મતે 12 રાશિ માટે આજનો દિવસ કેવો રહેશે, તમારી રાશિ પ્રમાણે જાણો તમારું રાશિફળ.
મેષ રાશિ (અ, લ, ઇ)
દિવસ : આજનો દિવસ તમારા પ્રભાવ અને નેતૃત્વમાં વધારો લાવશે. લોકો તમારી સલાહને ગંભીરતાથી લેશે અને સામાજિક માન-સન્માન વધશે।
કાર્ય અને નાણાં: સરકારી કામો અથવા ટેન્ડરમાં સફળતા મળવાની પૂરી શક્યતા છે. વેપારના વિસ્તરણ માટે ઉત્તમ દિવસ છે. અચાનક લાભના યોગ છે।
સંબંધ: સંતાન તરફથી આનંદદાયક અને ગૌરવપૂર્ણ સમાચાર મળશે. પિતાથી સંબંધ વધુ મજબૂત બનશે।
વૃષભ રાશિ (બ, વ, ઉ)
દિવસ: આજે સુખ-સુવિધા અને પરિવારની શાંતિ પર વધુ ધ્યાન રહેશે. ઘરનું વાતાવરણ સકારાત્મક અને આધ્યાત્મિક બનાવવામાં સફળતા મળશે।
કાર્ય અને નાણાં: પ્રોપર્ટી, રિયલ એસ્ટેટ અથવા વાહન સંબંધિત કાર્યોમાં પ્રગતિ થશે. રોકાણ માટે સમય શુભ છે।
સંબંધ: માતાનો સંપૂર્ણ સહકાર અને પ્રેમ મળશે. પરિવારની જૂની કલહનો અંત આવશે।
મિથુન રાશિ (ક, છ, ઘ)
દિવસ: આજે તમારું સાહસ અને હિંમત વધશે. ટૂંકી મુસાફરીઓ લાભદાયક રહેશે।
કાર્ય અને નાણાં: માર્કેટિંગ, લેખન અને સંચાર ક્ષેત્રે ખાસ સફળતા મળશે. નવા સંપર્કો લાભ આપશે।
સંબંધ: ભાઈ-બહેનો સાથે સારો તાલમેલ રહેશે. પડોશીઓ સાથે મધુર સંબંધ બનશે
કર્ક રાશિ (ડ, હ)
દિવસ : તમારી વાણીના પ્રભાવથી કઠિન કામ સરળ બની જશે. બચત વધારવાના પ્રયત્ન સફળ રહેશે।
કાર્ય અને નાણાં: રત્ન, અરોમા ઓઈલ અને આભૂષણના વ્યવસાયમાં લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે।
સંબંધ: પરિવાર માં માન-સન્માન વધશે. શુભ પ્રસંગ અંગે ચર્ચા આગળ વધશે।
સિંહ રાશિ (મ, ટ)
દિવસ :આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વમાં તેજ આવશે।
કાર્ય અને નાણાં: નવી યોજનાઓ શરૂ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. પ્રતિષ્ઠામાં વધારો થશે।
સંબંધ: જીવનસાથીનો પ્રેમ અને સહકાર મળશે. વ્યક્તિગત છબી સુધરશે।
કન્યા રાશિ (પ, ઠ, ણ)
દિવસ : આજનો દિવસ થોડી સાવચેતી અને આધ્યાત્મિક ચિંતન માટે છે. માનસિક શાંતિને પ્રાથમિકતા આપો।
કાર્ય અને નાણાં: ખર્ચમાં વધારો થઈ શકે છે. વિદેશ સંબંધિત કામોમાં સફળતા મળશે।
સંબંધ: એકાંતમાં રહેવાની ઇચ્છા રહેશે. જીવનસાથીનો સહકાર મળશે।
તુલા રાશિ (ર, ત)
દિવસ : આજે તમારી ઈચ્છાઓ પૂર્ણ થવાની શક્યતા છે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે।
કાર્ય અને નાણાં: આવકના નવા સ્ત્રોત મળશે. જૂના રોકાણમાંથી મોટો લાભ થશે।
સંબંધ: મિત્રો સાથે આનંદદાયક સમય પસાર થશે. સંતાન તરફથી સારા સમાચાર મળશે।
વૃશ્ચિક રાશિ (ન, ય)
દિવસ : કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા વધશે. શિસ્ત અને સ્પષ્ટતા સફળતા આપશે।
કાર્ય અને નાણાં: નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે. રોકાણ સફળ રહેશે।
સંબંધ: પિતા સાથે સારો તાલમેલ રહેશે. મોટા લોકોના આશીર્વાદ મળશે।
ધન રાશિ (ભ, ધ, ફ, ઢ)
દિવસ : ભાગ્ય તમારા પક્ષે રહેશે. અટકેલા કામ સરળતાથી પૂર્ણ થશે।
કાર્ય અને નાણાં: ધાર્મિક યાત્રા અથવા ઉચ્ચ અભ્યાસમાં સફળતા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે।
સંબંધ: પરિવાર સાથે શુભ ચર્ચાઓ થશે. ગુરુજનોનું માર્ગદર્શન મળશે।
મકર રાશિ (ખ, જ)
દિવસ : આજનો દિવસ અભ્યાસ અને સંશોધન માટે ઉત્તમ છે. આરોગ્યનું ધ્યાન રાખો।
કાર્ય અને નાણાં: અચાનક ખર્ચ થઈ શકે છે. જોખમી રોકાણથી દૂર રહો।
સંબંધ: વાણીમાં સંયમ રાખો. જીવનસાથીનો સહકાર મળશે।
કુંભ રાશિ (ગ, શ, સ, ષ)
દિવસ : ભાગીદારી અને નવા કરાર માટે દિવસ શુભ છે. તમારી આકર્ષકતા વધશે।
કાર્ય અને નાણાં: વેપારમાં વૃદ્ધિ થશે. આર્થિક લાભ સરળતાથી મળશે।
સંબંધ: દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. અવિવાહિતો માટે પ્રસ્તાવ આવી શકે છે।
મીન રાશિ (દ, ચ, ઝ, થ)
દિવસ : આજે તમે વિરોધીઓ પર જીત મેળવશો. કાર્યક્ષમતા વધશે।
કાર્ય અને નાણાં: અટકેલા પૈસા મળશે. કાનૂની મામલાઓમાં જીત મળશે।
સંબંધ: મામા પક્ષથી સહકાર મળશે. આરોગ્યમાં સુધારો થશે અને ઊર્જા થી ભરપૂર રહેશો.