April 1, 2026
લાઈફ સ્ટાઇલ

મહેમાનો પણ પૂછશે રીત! હોટલ જેવા ખીલેલા ભાત બનાવવા માટેની બેસ્ટ ટિપ્સ

01:04:00 PM
Save
Mar 25, 2026
Share :
<p>મહેમાનો પણ પૂછશે રીત!<span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong> હોટલ જેવા ખીલેલા ભાત બનાવવા માટેની બેસ્ટ ટિપ્સ</strong></span></p>

ભારતીય રસોઈમાં ભાત વગરનું ભોજન અધૂરું માનવામાં આવે છે, પરંતુ ઘણીવાર પ્રેશર કૂકરમાં ભાત રાંધતી વખતે તે ચીકણા થઈ જાય છે અથવા તો લોચો વળી જાય છે. ગૃહિણીઓની આ સામાન્ય સમસ્યાનું સમાધાન હવે ખૂબ જ સરળ છે. જો તમે ચોખાની પસંદગીથી લઈને પાણીના ચોક્કસ માપ સુધીની માત્ર  સરળ ટિપ્સ ફોલો કરશો, તો કૂકરમાં પણ ભાતનો દરેક દાણો મોતીની જેમ ચમકશે અને એકબીજાથી અલગ રહેશે.

જોકે, ઘણી ગૃહિણીઓને ફરિયાદ હોય છે કે કૂકરમાં રાંધતી વખતે ભાત કાં તો ચીકણા થઈ જાય છે અથવા તો લોચો વળી જાય છે. પરંતુ જો કેટલીક ચોક્કસ પદ્ધતિઓ અપનાવવામાં આવે, તો કૂકરમાં પણ રેસ્ટોરન્ટ જેવા જ મોતી જેવા ચમકતા ભાત બનાવી શકાય છે. જાણો રસોઈના એવા સિક્રેટ્સ જે તમારા સાદા ભાતને પણ રેસ્ટોરન્ટ જેવો લુક અને સ્વાદ આપશે.

સૌથી પહેલું પગલું

પરફેક્ટ ભાત બનાવવા માટે સૌથી પહેલું પગલું યોગ્ય ચોખાની પસંદગી છે. રોજિંદા વપરાશ માટે મધ્યમ અથવા લાંબા દાણાવાળા ચોખા ઉત્તમ રહે છે. જો તમે બાસમતી ચોખાનો ઉપયોગ કરતા હોવ, તો બને ત્યાં સુધી જૂના બાસમતી ચોખા પસંદ કરવા જોઈએ. જૂના ચોખામાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોય છે, જેના કારણે રાંધ્યા પછી તેનો દરેક દાણો એકબીજાથી અલગ અને ફૂલેલો રહે છે.

પાણીમાં પલાળી રાખવા

ચોખા રાંધતા પહેલા તેને 2 થી 3 વખત સાફ પાણીથી ધોવા અત્યંત આવશ્યક છે. જ્યાં સુધી ચોખાનું પાણી એકદમ ચોખ્ખું ન દેખાય ત્યાં સુધી તેને ધોવા જોઈએ. આમ કરવાથી ચોખાની ઉપર રહેલો વધારાનો સ્ટાર્ચ દૂર થાય છે. આ સ્ટાર્ચ જ ભાતને ચીકણા બનાવવાનું મુખ્ય કારણ હોય છે, તેથી તેને દૂર કરવાથી ભાત છૂટા બને છે. જો તમારી પાસે પૂરતો સમય હોય, તો ચોખાને રાંધતા પહેલા 15 થી 20 મિનિટ માટે પાણીમાં પલાળી રાખવા જોઈએ. આ પદ્ધતિ ખાસ કરીને બાસમતી ચોખા માટે રામબાણ ઈલાજ છે. પલાળેલા ચોખા અંદર સુધી સરખી રીતે રંધાય છે અને તે રાંધતી વખતે તૂટી જતા નથી, પરિણામે લાંબા અને સુંદર દાણા તૈયાર થાય છે.

 પાણીનું યોગ્ય માપ 

કૂકરમાં ભાત બનાવતી વખતે પાણીનું પ્રમાણ સૌથી મહત્વનું છે. સામાન્ય ચોખા માટે 1 કપ ચોખા સામે 2 કપ પાણી ઉમેરવું જોઈએ,  વધુ પડતું પાણી ભાતને ગળી નાખે છે, જ્યારે ઓછું પાણી તેને કાચા રાખી શકે છે. આ સાથે અડધી ચમચી ઘી અથવા તેલ અને લીંબુના રસના થોડા ટીપાં ઉમેરવાથી ભાતનો સ્વાદ અને ચમક બંને વધી જાય છે.

સીટી અને પ્રેશરનું ગણિત

કૂકરની સીટી પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. સામાન્ય રીતે સાદા ચોખા માટે 1 થી 2 સીટી પૂરતી હોય છે, જ્યારે બાસમતી ચોખા માત્ર 1 સીટીમાં પરફેક્ટ રંધાઈ જાય છે. સીટી વાગ્યા પછી તરત જ કૂકર ખોલવાની ઉતાવળ ન કરવી જોઈએ. સ્ટવ બંધ કર્યા પછી પ્રેશર પોતાની મેળે જ નીકળવા દેવું જોઈએ, જેથી વરાળમાં ભાત સારી રીતે સેટ થઈ જાય.

પીરસવાની સાચી રીત

કૂકર ખોલ્યા પછી તરત જ ચમચો ફેરવવો એ મોટી ભૂલ છે. ગરમ ભાત નાજુક હોવાથી તે તરત જ તૂટી શકે છે. કૂકર ખોલ્યા પછી તેને 5 મિનિટ સુધી એમ જ રહેવા દો. ત્યારબાદ કાંટાવાળી ચમચી અથવા હળવા હાથે ચમચો ફેરવીને ભાતને ઉપર-નીચે કરો. આ ટિપ્સ ફોલો કરવાથી તમારા ઘરે બનેલા ભાત પણ હોટલની જેમ મોતી જેવા ચમકશે અને ખાવાનો આનંદ બમણો થઈ જશે.