April 1, 2026
ટેકનોલોજી

ચોખાનો ડબ્બો નહીં, આ પદ્ધતિ બચાવશે તમારો ફોન: પાણીમાં પડેલા ગેજેટ્સ માટેની સાચી ગાઈડલાઈન

10:05:00 AM
Save
Mar 22, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ચોખાનો ડબ્બો નહીં, આ પદ્ધતિ બચાવશે તમારો ફોન:</strong></span> પાણીમાં પડેલા ગેજેટ્સ માટેની સાચી ગાઈડલાઈન</p>

સ્માર્ટફોન આજકાલ આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયો છે, પરંતુ એક નાનકડી ભૂલ તેને હંમેશા માટે 'ડેડ' કરી શકે છે. ઘણીવાર વરસાદમાં પલળી જવાથી કે અજાણતા પાણીમાં પડી જવાથી આપણે ગભરાઈ જઈએ છીએ અને ઉતાવળમાં એવા કામ કરીએ છીએ જે ફોનને ફાયદો કરવાને બદલે મોટું નુકસાન પહોંચાડે છે. શું તમે પણ ફોન ભીનો થાય ત્યારે તેને ચોખાના ડબ્બામાં મૂકી દો છો? જો હા, તો સાવધાન! ચાલો જાણીએ કે ફોન પાણીમાં પડે ત્યારે કઈ મોટી ભૂલો ટાળવી જોઈએ અને તેને બચાવવાની સાચી રીત કઈ છે.

સામાન્ય રીતે લોકો માને છે કે ફોન ભીનો થાય ત્યારે તેને ચોખાના ડબ્બામાં રાખવાથી તે સુકાઈ જાય છે. આ પદ્ધતિ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ચોખાના ઝીણા કણો અથવા સ્ટાર્ચ ફોનના ચાર્જિંગ પોર્ટ, હેડફોન જેક કે સ્પીકરમાં જઈને તેને કાયમી ધોરણે ખરાબ કરી શકે છે. વળી, ચોખા અંદરના ભાગો સુધી પહોંચેલા પાણીને ખેંચવામાં સક્ષમ હોતા નથી.

ફોન પાણીમાં પડતા જ કરો આ પ્રથમ કામ

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ફોન પાણીમાં પડ્યા બાદ તેને શક્ય તેટલી ઝડપથી બહાર કાઢી તરત જ સ્વીચ ઓફ કરી દેવો જોઈએ. ઘણા લોકો ફોન ચાલુ છે કે નહીં તે ચેક કરવા માટે બટનો દબાવે છે, જે સૌથી મોટી ભૂલ છે. ભીના ફોનમાં પાવર સપ્લાય ચાલુ કરવાથી અંદરના સર્કિટમાં શોર્ટ-સર્કિટ થઈ શકે છે અને ફોન હંમેશા માટે ડેડ થઈ શકે છે.

એસેસરીઝ અને સિમ કાર્ડ અલગ કરો

ફોનને બહાર કાઢ્યા પછી તરત જ તેનું કવર ઉતારી લેવું જોઈએ. આ ઉપરાંત ચાર્જર, હેડફોન, સિમ કાર્ડ અને મેમરી કાર્ડ જેવી તમામ વસ્તુઓ સાવધાનીપૂર્વક બહાર કાઢી લેવી જોઈએ. જો તમારા ફોનમાં રિમૂવેબલ બેટરી હોય, તો તેને પણ તરત જ અલગ કરી દેવી હિતાવહ છે, જેથી અંદરના ભાગોને નુકસાન થવાની શક્યતા ઘટી જાય.

પાણી સુકવવાની સાચી પદ્ધતિ

ફોનની બહારની સપાટીને નરમ અને લિન્ટ-ફ્રી (રેસા વગરના) કપડાથી હળવા હાથે લૂછી લો. ચાર્જિંગ પોર્ટ અને સિમ સ્લોટ પાસેનું પાણી સાફ કરવા માટે ફોનને એ રીતે રાખો કે પોર્ટ નીચેની તરફ રહે, જેથી ગુરુત્વાકર્ષણથી પાણી બહાર નીકળી શકે. ફોનને પંખાની નીચે રાખવો જોઈએ જેથી હવાની અવરજવરથી તે કુદરતી રીતે સુકાઈ જાય.

શું ન કરવું?

ભીના ફોનને સૂકવવા માટે ક્યારેય હેર ડ્રાયરનો ઉપયોગ ન કરવો, કારણ કે તેની ગરમ હવા ફોનના નાજુક ઈલેક્ટ્રોનિક ભાગો અને સ્ક્રીનને પીગળાવી શકે છે, ફોનને સીધો સખત તડકામાં ન મૂકવો,  ફોન સંપૂર્ણ સુકાઈ ન જાય  ત્યાં સુધી તેને ચાર્જિંગમાં ન મૂકવો.