April 1, 2026
ભારત

QS વર્લ્ડ રેન્કિંગ 2026: IIT ISM ધનબાદનો દબદબો, માઇનિંગ એન્જિનિયરિંગમાં વિશ્વમાં 21મું અને ભારતમાં પ્રથમ સ્થાન

01:50:00 PM
Save
Mar 26, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">QS વર્લ્ડ રેન્કિંગ 2026:</span> IIT ISM ધનબાદનો દબદબો, માઇનિંગ એન્જિનિયરિંગમાં વિશ્વમાં 21મું અને ભારતમાં પ્રથમ સ્થાન</strong></p>

આંતરરાષ્ટ્રીય સ્તરે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ભારતનું નામ વધુ એકવાર રોશન થયું છે. પ્રતિષ્ઠિત ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બાય સબ્જેક્ટ 2026 માં IIT ISM ધનબાદે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા મિનરલ અને માઇનિંગ એન્જિનિયરિંગમાં વૈશ્વિક સ્તરે 21મું સ્થાન મેળવ્યું છે, જ્યારે ભારતમાં પોતાનું ટોચનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે.

પેટ્રોલિયમ અને મિકેનિકલ એન્જિનિયરિંગમાં પણ નોંધપાત્ર સિદ્ધિ 

મિનરલ અને માઇનિંગ ઉપરાંત અન્ય એન્જિનિયરિંગ વિભાગોમાં પણ સંસ્થાએ કાઠું કાઢ્યું છે. પેટ્રોલિયમ એન્જિનિયરિંગ વિષયમાં સંસ્થાએ ભારતમાં 4થો ક્રમ પ્રાપ્ત કર્યો છે અને વૈશ્વિક સ્તરે 151-175 ના રેન્ક બેન્ડમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે જ, સંસ્થાના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગે પણ પ્રગતિ કરતા 501-575 ના ગ્લોબલ રેન્ક બેન્ડમાં પ્રવેશ મેળવ્યો છે. વધુમાં, QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 'સધર્ન એશિયા 2026' ની યાદીમાં સંસ્થાને 110મું સ્થાન પ્રાપ્ત થયું છે.

ગુણવત્તા અને સંશોધન પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પરિણામ: ડિરેક્ટર 

આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ખુશી વ્યક્ત કરતા સંસ્થાના ડિરેક્ટર પ્રોફેસર સુકુમાર મિશ્રાએ આ સફળતાનો શ્રેય સંસ્થાની કાર્યપદ્ધતિને આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ સફળતા પાછળ સંસ્થાની ઉચ્ચ ગુણવત્તા, સઘન સંશોધન અને નવીનતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા રહેલી છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓની સતત મહેનતના પરિણામે જ સંસ્થા આંતરરાષ્ટ્રીય સ્તરે આટલું ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકી છે.

1926 માં સ્થપાયેલી સંસ્થાનો વૈશ્વિક સ્તરે વાગ્યો ડંકો 

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 1926 માં સ્થાપિત થયેલી આ સંસ્થાએ ઐતિહાસિક રીતે ખાણકામ (માઇનિંગ) અને એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં સતત શ્રેષ્ઠતા સાબિત કરી છે. આ નવા રેન્કિંગ સાથે સંસ્થાએ વૈશ્વિક સ્તરે પોતાની હાજરી અને વિશ્વસનીયતા વધુ મજબૂત બનાવી છે.