April 3, 2026
ગુજરાત

આજે આ રાજ્યમાં પડી શકે છે વરસાદ, હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ આપી આગાહી, જાણો તાપમાનને લઈને શું કહ્યું? 

01:57:00 PM
Save
Apr 3, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>આજે આ રાજ્યમાં પડી શકે છે વરસાદ,</strong></span> હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ આપી આગાહી, <strong>જાણો તાપમાનને લઈને શું કહ્યું? </strong></p>

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ આગાહી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં એકસાથે બે મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર ગુજરાત પર સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન મુખ્ય છે. આ ડબલ સિસ્ટમની અસરને પગલે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વીજળીના કડાકા-ભડાકા સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

આ કુદરતી ફેરફારને કારણે છેલ્લા કેટલાય દિવસોથી દઝાડતી ગરમીમાં પણ ઘટાડો જોવા મળશે. હવામાન વિભાગના મતે, રાજ્યના મહત્તમ તાપમાનમાં આગામી 24 થી 48 કલાક દરમિયાન બે થી ત્રણ ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો નોંધાઈ શકે છે, જે નાગરિકો માટે બફારા અને ગરમીથી થોડા સમય માટે મોટી રાહત સમાન સાબિત થશે.

વર્તમાન તાપમાનની વિગતો પર નજર કરીએ તો, રાજ્યમાં સૌથી વધુ તાપમાન વલ્લભવિદ્યાનગરમાં 37.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે હાલ ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું છે. બીજી તરફ, અમદાવાદમાં પણ પારો 36 ડિગ્રીની આસપાસ રહ્યો છે, પરંતુ આ નવી સિસ્ટમની અસરથી મહાનગરોમાં પણ ગરમીનું જોર ઘટશે. જોકે, આ રાહત લાંબો સમય નહીં ટકે કારણ કે 7 એપ્રિલે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે, જે ફરી એકવાર રાજ્યના વાતાવરણમાં પલટો લાવશે અને હળવા વરસાદી ઝાપટાં પાડી શકે છે.

આ વારંવાર બદલાતા હવામાનને કારણે ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે તૈયાર પાક પર માવઠાનું જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગે આગામી થોડા દિવસો સુધી પવનની ગતિ અને વરસાદી વાતાવરણને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવા સૂચના આપી છે.