April 1, 2026
ભારત

સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય: હવે 'તારીખ પે તારીખ'નો યુગ સમાપ્ત, સુનાવણી ટાળવા માટેના નિયમો વધુ કડક

03:42:00 PM
Save
Mar 21, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય: </span>હવે 'તારીખ પે તારીખ'નો યુગ સમાપ્ત, સુનાવણી ટાળવા માટેના નિયમો વધુ કડક</strong></p>

કોર્ટ કેસોમાં પડતી વારંવારની તારીખો અને સુનાવણીમાં થતો વિલંબ સામાન્ય નાગરિકો માટે માનસિક અને આર્થિક બોજ સમાન છે. "Justice delayed is justice denied" (મોડો મળેલો ન્યાય, ન્યાય ન મળવા બરાબર છે) એ ઉક્તિ મુજબ, કેસો લંબાવવાથી પક્ષકારોનો ન્યાયતંત્ર પરનો ભરોસો ડગમગે છે અને જેલવાસ ભોગવતા કે ન્યાયની રાહ જોતા લોકોના મૂળભૂત અધિકારોનું હનન થાય છે. આ વિલંબને કારણે કેસોનો ભરાવો વધતો જાય છે, જે સમગ્ર દેશની કાયદાકીય વ્યવસ્થાને પ્રભાવિત કરે છે.

નવા સર્ક્યુલર મુજબ મુખ્ય ફેરફારો

સુપ્રીમ કોર્ટ દ્વારા 18 માર્ચના રોજ જાહેર કરવામાં આવેલા નવા સર્ક્યુલર મુજબ, હવે નજીવા કારણોસર સુનાવણી સ્થગિત કરી શકાશે નહીં. ન્યાય પ્રક્રિયાને વેગ આપવા માટે લેવાયેલા મુખ્ય નિર્ણયો નીચે મુજબ છે:

રેગ્યુલર કેસોમાં કડકાઈ: જે કેસો રેગ્યુલર લિસ્ટમાં સામેલ હશે, તેમાં સુનાવણી ટાળવાની કોઈ પણ અપીલ સ્વીકારવામાં આવશે નહીં. જો કેસ લિસ્ટેડ હશે, તો અનિવાર્યપણે તેની સુનાવણી હાથ ધરવામાં આવશે.

એડજર્નમેન્ટ માટે આગોતરી જાણ: જો કોઈ પક્ષકાર સુનાવણી ટાળવા માંગતા હોય, તો તેમણે સામેના પક્ષકારને અગાઉથી જાણ કરવાની રહેશે અને તેના પુરાવા કોર્ટમાં રજૂ કરવા પડશે. આ પ્રક્રિયા સુનાવણીના એક દિવસ અગાઉ સવારે 11:00 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.

વાંધા ઉઠાવવાની તક: જો સામેના પક્ષકારને સુનાવણી ટાળવા સામે વાંધો હોય, તો તેઓ તે જ દિવસે બપોરે 12:00 વાગ્યા સુધીમાં ઈ-મેઈલ દ્વારા પોતાનો વિરોધ નોંધાવી શકશે, જેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

માત્ર અસાધારણ સંજોગોમાં જ છૂટછાટ

નવા નિયમો મુજબ, હવે માત્ર અતિ આવશ્યક સંજોગોમાં જ નવી તારીખ આપવામાં આવશે. જેમાં:

પરિવારમાં કોઈનું અવસાન થયું હોય.

વકીલ કે પક્ષકારને કોઈ ગંભીર બીમારી હોય.

અન્ય કોઈ એવું નક્કર કારણ જેનાથી કોર્ટને સંતોષ થાય.

આ ઉપરાંત, ફ્રેશ મામલાઓમાં માત્ર 1 વખત જ એડજર્નમેન્ટ (મુતવી રાખવાની) અરજી કરી શકાશે. સતત 2 વખત સુનાવણી ટાળવાની મંજૂરી હવે મળશે નહીં. સુપ્રીમ કોર્ટના આ આકરા વલણથી પડતર કેસોના નિકાલમાં મોટી મદદ મળશે તેવી આશા છે.