April 1, 2026
ભારત

ભારતની સૈન્ય તાકાત વધારવા 858 કરોડ રૂપિયાના બે ડીફેન્સ કરાર પર હસ્તાક્ષર : તુંગુસ્કા મિસાઈલ અને P8I કરાર થયો

05:57:00 PM
Save
Mar 27, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ભારતની સૈન્ય તાકાત વધારવા 858 કરોડ રૂપિયાના બે ડીફેન્સ કરાર પર હસ્તાક્ષર </span>: તુંગુસ્કા મિસાઈલ અને P8I કરાર થયો</strong></p>

ભારતની સૈન્ય તાકાત અને દરિયાઈ સુરક્ષાને વધુ અત્યાધુનિક અને મજબૂત બનાવવાના ભાગરૂપે કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે કુલ 858 કરોડ રૂપિયાના બે મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા છે. આ ડીલ હેઠળ રશિયા પાસેથી અત્યાધુનિક તુંગુસ્કા એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમની ખરીદી અને ભારતીય નૌકાદળના P8I મેરીટાઇમ એરક્રાફ્ટની સ્વદેશી જાળવણી કરવામાં આવશે.

રશિયા સાથે 445 કરોડ રૂપિયાનો મિસાઈલ કરાર 

નવી દિલ્હીના કર્તવ્ય ભવન-2 ખાતે સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ ડીલ ફાઇનલ કરવામાં આવી હતી. ભારતીય સેના માટે 445 કરોડ રૂપિયાના ખર્ચે રશિયાની કંપની JSC રોસોબોરોનએક્સપોર્ટ પાસેથી અત્યાધુનિક તુંગુસ્કા એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ ખરીદવામાં આવશે. આ અત્યાધુનિક મિસાઈલો દુશ્મન દેશના વિમાન, ડ્રોન અને ક્રૂઝ મિસાઈલ સહિતના હવાઈ જોખમોનો નાશ કરવા સક્ષમ છે. આ સોદાથી ભારતની બહુસ્તરીય હવાઈ સંરક્ષણ ક્ષમતામાં વધારો થશે અને ભારત-રશિયા વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી વધુ મજબૂત બનશે.

મેક-ઇન-ઇન્ડિયા અંતર્ગત 413 કરોડનો બોઇંગ સાથે કરાર 

બીજો કરાર ભારતીય નૌકાદળના P8I લાંબા અંતરના મેરીટાઇમ રિકોનિસન્સ એરક્રાફ્ટના ડેપો-લેવલ નિરીક્ષણ અને જાળવણી માટે કરવામાં આવ્યો છે. 413 કરોડ રૂપિયાનો આ કરાર 100 ટકા સ્વદેશી સામગ્રી સાથે "બાય ઇન્ડિયન" (Buy Indian) શ્રેણી હેઠળ બોઇંગ ઇન્ડિયા ડિફેન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે કરાયો છે. આ અંતર્ગત દેશમાં જ સ્થિત MRO (મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ) સુવિધા ખાતે એરક્રાફ્ટની જાળવણી સુનિશ્ચિત થશે, જે સરકારના 'આત્મનિર્ભર ભારત' અને 'મેક-ઇન-ઇન્ડિયા' વિઝનને અનુરૂપ છે.

હિંદ મહાસાગરના રક્ષક P8I ની તાકાતમાં થશે વધારો 

"હિંદ મહાસાગરના રક્ષક" તરીકે ઓળખાતું બોઇંગ P-8I પોસાઇડન એ ભારતીય નૌકાદળનું લાંબા અંતરનું દરિયાઈ નિરીક્ષણ અને એન્ટી-સબમરીન વોરફેર (ASW) વિમાન છે. ભારતીય નૌકાદળ હાલમાં આવા 12 વિમાનોનું સંચાલન કરી રહી છે અને ભવિષ્યમાં દરિયાઈ ક્ષેત્રની જાગૃતિ તથા પ્રાદેશિક જોખમોને પહોંચી વળવા વધુ 6 વિમાનો મેળવવાની યોજના ધરાવે છે.