April 1, 2026
ભારત

ભારતમાં આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી

11:03:00 AM
Save
Mar 30, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ભારતમાં આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! </strong></span>દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી</p>

દેશની રાજધાનીને દહેલાવવાનું પાકિસ્તાન પ્રેરિત લશ્કર-એ-તૈયબાનું એક મોટું કાવતરું સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યું છે. દિલ્હી બોર્ડર પરથી લશ્કરના ખૂંખાર આતંકી શબ્બીર અહમદ લોનની ધરપકડ કરવામાં આવી છે, જે ISI ના ઈશારે ભારતમાં નવું આતંકી મોડ્યુલ સક્રિય કરવાના મિશન પર હતો. આ ધરપકડથી સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે અને સંભવિત લોહીયાળ ખેલ ટળ્યો છે. ગુપ્ત માહિતીના આધારે દિલ્હી બોર્ડર પર જાળ બિછાવીને આ આતંકીને દબોચી લેવામાં આવ્યો છે. આ ધરપકડથી પાકિસ્તાન પ્રેરિત આતંકી સંગઠનોના મનસૂબા પર પાણી ફરી વળ્યું છે.

તપાસમાં બહાર આવ્યું છે કે, શબ્બીર અહમદ લોન બાંગ્લાદેશમાં આશ્રય લઈને ત્યાંથી લશ્કર-એ-તૈયબાનું નવું મોડ્યુલ તૈયાર કરી રહ્યો હતો. તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના સીધા સંપર્કમાં હતો અને ભારતમાં સ્લીપર સેલ્સ સક્રિય કરવાનું કામ સંભાળી રહ્યો હતો. ભારત વિરોધી મોટી પ્રવૃત્તિઓ કરવાના ચોક્કસ મિશન સાથે દિલ્હીમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો, શબ્બીર અહમદ લોન સુરક્ષા એજન્સીઓ માટે નવું નામ નથી, તે વર્ષોથી આતંકી ગતિવિધિઓમાં સામેલ રહ્યો છે. અગાઉ વર્ષ 2007માં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તેને AK-47 રાઈફલ અને ઘાતક ગ્રેનેડ જેવા હથિયારો સાથે ઝડપી પાડ્યો હતો.

એ સમયે પણ તે ભારતમાં મોટા પાયે રક્તપાત મચાવવાના ઈરાદે આવ્યો હતો અને તેના તાર આતંકી આકા હાફિઝ સઈદ સાથે જોડાયેલા હતા. ગુનામાં શબ્બીરને સજા થઈ હતી અને તે 2018 સુધી દિલ્હીની હાઈ-સિક્યોરિટી ગણાતી તિહાર જેલમાં કેદ હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે સુધરવાને બદલે ફરીથી આતંકનો માર્ગ પકડ્યો હતો. ભારત છોડીને બાંગ્લાદેશને પોતાનું નવું ઠેકાણું બનાવ્યું હતું અને ત્યાંથી ભારત વિરોધી ઓપરેશન હેન્ડલ કરવાનું શરૂ કર્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી અને દક્ષિણ ભારતમાં લશ્કરના સ્લીપર સેલ્સ સક્રિય હોવાની આશંકા વચ્ચે આ ધરપકડ અત્યંત મહત્વની માનવામાં આવે છે.

આ મોડ્યુલ દ્વારા અગાઉ દિલ્હી અને કોલકાતામાં અનેક સ્થળોએ ભારત વિરોધી પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા. આ ધરપકડથી આખા નેટવર્કનો પર્દાફાશ થવાની અને સંભવિત હુમલાઓ ટળવાની પૂરી શક્યતા છે. હાલમાં સુરક્ષા એજન્સીઓ શબ્બીર અહમદ લોનની સઘન પૂછપરછ કરી રહી છે. એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં તેના અન્ય કેટલા સાથીઓ છુપાયેલા છે અને તેમને કોણ મદદ કરી રહ્યું છે. આગામી દિવસોમાં તેના દ્વારા મળેલી કડીઓના આધારે અન્ય કેટલાક સ્થાનો પર પણ દરોડા પાડવામાં આવી શકે છે.