April 1, 2026
આંતરરાષ્ટ્રીય ખબરો

શ્રીલંકાની વહારે ભારત: 38,000 મેટ્રિક ટન ઈંધણનો જથ્થો કોલંબો પહોંચ્યો

02:47:00 PM
Save
Mar 28, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">શ્રીલંકાની વહારે ભારત: </span>38,000 મેટ્રિક ટન ઈંધણનો જથ્થો કોલંબો પહોંચ્યો</strong></p>

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં સર્જાયેલા અવરોધોના કારણે પડોશી દેશ શ્રીલંકામાં ઈંધણની ભારે કટોકટી ઉભી થઈ હતી. આ કપરા સમયમાં ભારતે ફરી એકવાર પોતાની 'નેબરહુડ ફર્સ્ટ' નીતિનો પરિચય આપીને શ્રીલંકાને ઇંધણનો મોટો જથ્થો પૂરો પાડી આર્થિક અને સામાજિક અસ્થિરતાથી બચાવ્યું છે.

વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ વધુ ઘેરું બની રહ્યું છે, ખાસ કરીને પશ્ચિમ એશિયાના તણાવના કારણે દરિયાઈ માર્ગે થતો સપ્લાય ખોરવાયો છે. શ્રીલંકાની IOC દ્વારા સિંગાપોર અને પશ્ચિમ એશિયા સાથે થયેલા કરારો મુજબ ઈંધણ ન મળતા દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત વર્તાઈ હતી. શ્રીલંકાની વિનંતીને ધ્યાને રાખીને ભારત સરકારે યુદ્ધના ધોરણે મદદ મોકલવાનો નિર્ણય લીધો હતો.

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દિસાનાયકે વચ્ચેની મંત્રણા બાદ ત્વરિત કાર્યવાહી

આ ઈંધણ સહાયના મામલે બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે થયેલી વાતચીત બાદ ત્વરિત અમલ કરવામાં આવ્યો છે. ભારતે કુલ 38,000 મેટ્રિક ટન (MT) પેટ્રોલિયમ પેદાશો શ્રીલંકા મોકલી છે, જેમાં 20,000 MT ડીઝલ અને 18,000 MT પેટ્રોલનો સમાવેશ થાય છે.

24 માર્ચ, 2026 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ અગાઉ 23 માર્ચે બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે પણ ઉર્જા સહયોગ અંગે ચર્ચા થઈ હતી. શ્રીલંકાના સપ્લાયરોએ યુદ્ધના કારણે હાથ ઊંચા કરી દીધા હતા, ત્યારે ભારત સરકાર અને લંકા IOC દ્વારા આ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે જેથી ત્યાંની જનતાને હાલાકી ન ભોગવવી પડે.

આમ, દક્ષિણ એશિયામાં સ્થિરતા જાળવવા માટે ભારત એક જવાબદાર પડોશી તરીકે ઉભરી આવ્યું છે. આજે 28 માર્ચ, 2026 ના રોજ ભારતીય હાઈ કમિશને આ સફળ ડિલિવરીની પુષ્ટિ કરી છે.