April 1, 2026
ભારત

મિડલ ઈસ્ટમાં ઘેરાતું યુદ્ધનું સંકટ... મોહન ભાગવતે કહ્યું- ‘ભારત જ વિશ્વને ઉગારી શકે છે’

04:17:00 PM
Save
Mar 20, 2026
Share :
<p>મિડલ ઈસ્ટમાં ઘેરાતું યુદ્ધનું સંકટ... મોહન ભાગવતે કહ્યું- ‘<span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ભારત જ વિશ્વને ઉગારી શકે છે’</strong></span></p>

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે આજે વિશ્વમાં વધી રહેલા યુદ્ધ અને સંઘર્ષના માહોલ વચ્ચે માનવતા અને શાંતિ માટે ભારતની ભૂમિકાને અત્યંત મહત્ત્વની ગણાવી છે. નાગપુરમાં હિન્દૂ પરિષદની નવી ઓફિસના શિલાન્યાસ પ્રસંગે સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, વર્તમાનમાં વિશ્વ વિનાશ તરફ જઈ રહ્યું છે અને ભારત જ આ યુદ્ધોને અટકાવવાની ક્ષમતા ધરાવે છે. મોહન ભાગવતે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મધ્ય-પૂર્વમાં ઉભું થયેલું સંકટ સ્વાર્થી હિતો અને એકબીજા પર વર્ચસ્વ જમાવવાની લડાઈનું પરિણામ છે.

તેમણે ઉમેર્યું કે જ્યાં સુધી માનવીય વ્યવહારમાં સ્વાર્થ રહેશે ત્યાં સુધી સંઘર્ષ અટકવો અશક્ય છે, સંઘ પ્રમુખે ભારપૂર્વક જણાવ્યું કે, વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે છેલ્લા 2000 વર્ષોમાં અનેક વૈચારિક પ્રયોગો કરવામાં આવ્યા છે, પરંતુ તેમાં સફળતા મળી નથી. માત્ર એકતા, અનુશાસન અને ધર્મના સાચા પાલન દ્વારા જ કાયમી વૈશ્વિક શાંતિ સ્થાપી શકાય છે. આજના આધુનિક યુગમાં પણ બીજાના વિચારો પ્રત્યે આદરનો અભાવ, બળજબરીથી ધર્મ પરિવર્તન અને ઊંચ-નીચની ભાવનાઓ જોવા મળે છે, જે અત્યંત ચિંતાજનક છે.

આજે વિશ્વ ડગમગી રહ્યું છે અને અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે. મોહન ભાગવતે ગૌરવ સાથે કહ્યું કે, જ્યારે અન્ય દેશો અસ્તિત્વ માટે સંઘર્ષમાં માને છે, ત્યારે ભારત હંમેશા માનવતામાં વિશ્વાસ રાખે છે, આજે વિશ્વના અનેક દેશો એવો સૂર ઉચ્ચારી રહ્યા છે કે ભારત જ આ યુદ્ધોને સમાપ્ત કરાવી શકે છે, કારણ કે ભારતની નીતિ હંમેશા સર્વકલ્યાણકારી રહી છે. દુનિયા અત્યારે વિનાશના આરે ઉભી છે ત્યારે વિશ્વને સંઘર્ષની નહીં પરંતુ સદભાવનાની જરૂર છે. ભારતની શાંતિપ્રિય નીતિઓ અને વૈશ્વિક પ્રવૃત્તિઓ જ આધુનિક વિશ્વને સાચી દિશા બતાવી શકે છે.