April 2, 2026
આંતરરાષ્ટ્રીય ખબરો

કાશ્મીરમાં વીજળીનો ઝબકારો, પાકિસ્તાનના હોશ ઊડ્યાં, 120 વર્ષ જૂનો ઈતિહાસ ફરી રચાશે

11:02:00 AM
Save
Apr 2, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>કાશ્મીરમાં વીજળીનો ઝબકારો, પાકિસ્તાનના હોશ ઊડ્યાં, </strong></span>120 વર્ષ જૂનો ઈતિહાસ ફરી રચાશે</p>

જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા રાજ્યના ઉર્જા ક્ષેત્રે એક ક્રાંતિકારી અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ જાહેરાત કરી છે કે બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાં આવેલો 120 વર્ષ જૂનો 'મોહરા હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ' ફરીથી કાર્યરત કરવામાં આવશે. 1990ના દાયકાથી બંધ પડેલા આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયાને મંજૂરી આપી દેવામાં આવી છે, જે રાજ્યના વિકાસ માટે એક મહત્વનું પગલું માનવામાં આવે છે. આ પ્રોજેક્ટ ભારતની એન્જિનિયરિંગ વિરાસતનો એક અદભૂત નમૂનો છે. વર્ષ 1905માં સ્થાપવામાં આવેલ આ પાવર સ્ટેશન તે સમયે સમગ્ર એશિયામાં બીજા નંબરનું સૌથી મોટું હાઈડ્રો પાવર સ્ટેશન હતું.

તેની સૌથી મોટી વિશેષતા પહાડોના કિનારે બનાવવામાં આવેલી 10 કિલોમીટર લાંબી લાકડાની નહેર છે, જે રામપુરથી મોહરા સુધી પાણી પહોંચાડવા માટે ખાસ કીમિયા તરીકે તૈયાર કરવામાં આવી હતી. 1992માં આવેલા વિનાશક પૂરને કારણે આ પ્લાન્ટને ભારે નુકસાન પહોંચ્યું હતું અને ત્યારથી તેનું સંચાલન બંધ હતું. વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી આ નિર્ણય પાકિસ્તાન માટે એક મોટો આંચકો માનવામાં આવે છે. ભારત સરકારે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિના અમલીકરણ અંગે કડક વલણ અપનાવ્યું છે. ભારતે હવે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાની નદીઓના પાણીનો 100% ઉપયોગ કરશે, જેના ભાગરૂપે જેલમ નદીના પાણીનો ઉપયોગ કરી મોહરા પ્રોજેક્ટ દ્વારા વીજ ઉત્પાદન કરવામાં આવશે.

જમ્મુ-કાશ્મીર સ્ટેટ પાવર ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ પ્રોજેક્ટનું સંપૂર્ણ નવીનીકરણ અને આધુનિકીકરણ કરવામાં આવશે. 10.5 મેગાવોટની ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટ માટે અગાઉ ચેકોસ્લોવાકિયાથી ખાસ ટર્બાઈન મંગાવવામાં આવ્યા હતા, હવે તેને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે. રાજ્ય સરકારનું લક્ષ્ય 2035 સુધીમાં વીજ ઉત્પાદન ક્ષમતા ૩૫૪૦ મેગાવોટથી વધારીને 11,000 મેગાવોટ સુધી લઈ જવાનું છે, જેમાં આ પ્રોજેક્ટ પ્રતીકાત્મક ભૂમિકા ભજવશે. આ પ્રોજેક્ટ માત્ર વીજળી ઉત્પન્ન કરવા પૂરતો સીમિત નથી, પરંતુ તે કાશ્મીરની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઓળખ સાથે પણ જોડાયેલો છે.

ભલે, તેની ક્ષમતા અન્ય મેગા પ્રોજેક્ટ્સ કરતા ઓછી હોય, પરંતુ 120 વર્ષ જૂની વિરાસતને ફરીથી જીવંત કરવી એ પ્રતીકાત્મક રીતે ભારતની આત્મનિર્ભરતા અને મક્કમતાનું પ્રતીક છે. આ પ્રોજેક્ટને અગાઉ હેરિટેજ સ્ટ્રક્ચર તરીકે જાહેર કરવાનો પણ પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. મોહરા પાવર પ્રોજેક્ટની વાપસી એ સાબિત કરે છે કે ભારત હવે સરહદ પારથી થતા આતંકવાદ અને રાજદ્વારી દબાણ સામે ઝૂકવાને બદલે રાષ્ટ્રીય હિતના નિર્ણયો લેવા સક્ષમ છે. આ પ્રોજેક્ટના પુનઃનિર્માણથી સ્થાનિક રોજગારીની તકો પણ ઉભી થશે.