April 1, 2026
ગુજરાત

ભાવનગર પ્રવાસનને વેગ આપવા નવી પહેલ: ઈન્ડિગોની નવી ફ્લાઈટના સ્વાગત માટે 24 માર્ચે વિશેષ સમારોહનું આયોજન

05:52:00 PM
Save
Mar 21, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ભાવનગર પ્રવાસનને વેગ આપવા નવી પહેલ: </span>ઈન્ડિગોની નવી ફ્લાઈટના સ્વાગત માટે 24 માર્ચે વિશેષ સમારોહનું આયોજન</strong></p>

ભાવનગરવાસીઓની લાંબી પ્રતીક્ષાનો આખરે અંત આવ્યો છે. આગામી 29 માર્ચથી ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે દૈનિક બે નવી ફ્લાઈટ શરૂ થવા જઈ રહી છે. આ નવી હવાઈ સેવાનો મહત્તમ લાભ ઉઠાવીને જિલ્લાના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ભાવનગર દ્વારા 24 માર્ચના રોજ એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

નિલમબાગ પેલેસ ખાતે પર્યટન વિકાસ માટે મંથન 

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરને ભારતના પર્યટન નકશા પર મજબૂત રીતે સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી TAAB દ્વારા રાજવી વારસાના પ્રતિક સમાન નિલમબાગ પેલેસ હોટેલના સહયોગથી આ કાર્યક્રમ યોજાશે. 24 માર્ચ અને મંગળવારે સાંજે યોજાનારા આ સમારોહનો મુખ્ય હેતુ સૌના સહકારથી ભાવનગરના પ્રવાસન ઉદ્યોગના ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવાનો અને નવી ફ્લાઈટ કનેક્ટિવિટી વિશે જાગૃતિ લાવવાનો છે.

દેશભરના 11 થી વધુ શહેરો સાથે વધશે ડાયરેક્ટ કનેક્ટિવિટી 

ઈન્ડિગોની આ બે નવી ફ્લાઈટ શરૂ થવાથી ભાવનગરના મુસાફરોને મોટો ફાયદો થશે. વાયા નવી મુંબઈ થઈને મુસાફરોને એ જ દિવસે ભારતભરના અગ્રણી શહેરો જેવા કે આગ્રા, ગોવા, મેંગલુરુ, મદુરાઈ, જયપુર, નાગપુર, પટના, વારાણસી, બાગડોગરા, ચેન્નાઈ અને બરેલી જવા માટે સીધું કનેક્શન મળી રહેશે. આ જ રીતે, અન્ય રાજ્યોમાંથી પણ મુસાફરો માટે હવાઈ માર્ગે ભાવનગર આવવું અત્યંત સરળ બની જશે.

પાલિતાણા અને બગદાણા સહિતના ધાર્મિક સ્થળોને થશે ફાયદો 

દેશના અન્ય ભાગોમાંથી સરળ હવાઈ સેવા મળવાને કારણે ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના પ્રખ્યાત ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો જેવા કે પાલીતાણા, બગદાણા, ખોડિયાર મંદિર અને મહુવા ખાતે બહારના પ્રવાસીઓનો ઘસારો વધવાની પૂરી શક્યતા છે. પ્રવાસીઓની સંખ્યા વધવાથી માત્ર પર્યટન જ નહીં, પરંતુ જિલ્લાના અન્ય સ્થાનિક વ્યાપાર-ઉદ્યોગો અને રોજગારીને પણ મોટો વેગ મળશે.

કાર્યક્રમમાં ઉદ્યોગના અગ્રણીઓ રહેશે ઉપસ્થિત 

આગામી 24 માર્ચે યોજાનાર આ વિશેષ સમારોહમાં ભાવનગરના રજિસ્ટર્ડ ટ્રાવેલ એજન્ટો, ઈન્ડિગો એરલાઈન્સની ટીમ, સ્થાનિક ઈન્ફ્લુએન્સર્સ તેમજ અન્ય વિશેષ મહેમાનો ખાસ ઉપસ્થિત રહેશે અને પ્રવાસન વિકાસ અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરશે.