April 1, 2026
સ્પોર્ટ્સ

200 રન બનાવ્યા છતાં કેમ હારી KKR? કેપ્ટન અજિંક્ય રહાણેએ હાર પાછળનું જણાવ્યું આ મુખ્ય કારણ!

11:03:00 AM
Save
Mar 30, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><span style="color: rgb(0, 0, 0);" data-mce-style="color: rgb(0, 0, 0);">200 રન બનાવ્યા છતાં કેમ હારી KKR?</span> <strong>કેપ્ટન અજિંક્ય રહાણેએ હાર પાછળનું જણાવ્યું આ મુખ્ય કારણ!</strong></span></p>

IPL 2026 ની હાઈ-વોલ્ટેજ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સએ કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને ટૂર્નામેન્ટની શાનદાર શરૂઆત કરી છે. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં KKR એ 220 રનનો વિશાળ સ્કોર ખડક્યો હોવા છતાં, મુંબઈ ઈન્ડિયન્સે 224 રન બનાવી જીત હાંસલ કરી હતી. મુંબઈ માટે આ જીત ખાસ છે કારણ કે છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર ટીમે ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ જીતી છે. મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં KKR ના કેપ્ટન અજિંક્ય રહાણેએ હારનું વિશ્લેષણ કરતા જણાવ્યું હતું કે, 220-225 રન એક મોટો અને જીતી શકાય તેવો સ્કોર હતો.

જોકે, ટીમના બોલિંગ એટેકમાં અનુભવની કમી સ્પષ્ટ દેખાઈ હતી, રહાણેના મતે, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી અને મુબારબાની જેવા યુવા બોલર્સને હજુ IPL ના દબાણમાં શીખવાની જરૂર છે. ટીમ પાસે અનુભવી સ્પિનર્સ હોવા છતાં મુંબઈની મજબૂત બેટિંગ લાઇન-અપ સામે સ્કોર ડિફેન્ડ કરવામાં મુશ્કેલી પડી હતી. ટીમના કોમ્બિનેશન અંગે વાત કરતા રહાણેએ કેમેરોન ગ્રીનનો ઉલ્લેખ કર્યો હતો. રહાણેએ આશા વ્યક્ત કરી કે ગ્રીન જલદી બોલિંગ શરૂ કરશે, જેથી ટીમનું બેલેન્સ જળવાઈ રહેશે.

જ્યારે પૂછવામાં આવ્યું કે ગ્રીન અત્યારે બોલિંગ કેમ નથી કરી રહ્યો, ત્યારે રહાણેએ ચપટી લેતા કહ્યું કે, ‘આ સવાલ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને પૂછવો જોઈએ.’ ગ્રીનની બોલિંગ શરૂ થવાથી KKR ના બોલિંગ એટેકને વધારાની મજબૂતી મળશે. 37 વર્ષીય અજિંક્ય રહાણેએ પોતાની બેટિંગ અને ફિટનેસ વિશે પણ સ્પષ્ટતા કરી હતી. તેણે જણાવ્યું કે, હું હજુ 37 વર્ષનો જ છું અને મને લાગે છે કે હું હજુ પણ શાનદાર પ્રદર્શન કરી શકું છું.

મુંબઈમાં હ્યુમિડિટીને કારણે ક્રેમ્પ્સની સમસ્યા થઈ રહી છે, પરંતુ હું મારી બેટિંગના લયથી ખૂબ જ ખુશ છું. હાર છતાં રહાણેએ ટીમના પોઝિટિવ પાસાં ગણાવ્યા હતા. ખાસ કરીને કાર્તિક ત્યાગીના લાંબા સમય બાદ કમબેક અને તેની સારી બોલિંગના તેણે વખાણ કર્યા હતા. રહાણેએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે આ મેચમાંથી શીખીને ટીમ આગામી મેચોમાં વધુ સારી બોલિંગ રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે.