April 4, 2026
સ્પોર્ટ્સ

સમીરનો 'શો': દિલ્હી સામે મુંબઈનું સુરસુરિયું, 6 વિકેટે મેચ જીતી

07:36:00 PM
Save
Apr 4, 2026
Share :
<p>સમીરનો 'શો':<span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong> દિલ્હી સામે મુંબઈનું સુરસુરિયું,</strong></span> 6 વિકેટે મેચ જીતી</p>

આઈપીએલ 2026ની 8મી મેચમાં આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સે શાનદાર પ્રદર્શન કરતા મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે પરાજય આપ્યો છે. દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો સાથ પસંદ કર્યો હતો. આ મેચમાં મુંબઈની ટીમમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો, જેમાં હાર્દિક પંડ્યા બીમાર હોવાને કારણે સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ટીમની કમાન સંભાળી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ધાર્યા મુજબની રહી ન હતી. પાવરપ્લેમાં જ રયાન રિકલ્ટન અને તિલક વર્માની મહત્વની વિકેટો પડી જતા ટીમ દબાણમાં આવી ગઈ હતી.

જોકે, કેપ્ટન સૂર્યકુમાર યાદવે જવાબદારીપૂર્વક બેટિંગ કરતા 36 બોલમાં 51 રન ફટકાર્યા હતા અને રોહિત શર્માએ 35 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું, જેના સહારે મુંબઈએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 162 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સના બોલરોએ મેચમાં ચુસ્ત પકડ જાળવી રાખી હતી. ખાસ કરીને મુકેશ કુમારે મધ્યમ ઓવરોમાં શાનદાર લાઇન-લેન્થ સાથે બોલિંગ કરી સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી.

મુંબઈના બેટ્સમેનોને મોટા શોટ્સ રમતા રોકીને દિલ્હીએ રનગતિ પર અંકુશ મેળવ્યો હતો, જેને કારણે મુંબઈની ટીમ મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહી હતી. 163 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમ માટે સમીર રિઝવી 'ગેમ ચેન્જર' સાબિત થયા હતા. રિઝવીએ મેદાનની ચારેબાજુ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી માત્ર થોડા જ સમયમાં 90 રનની તોફાની ઈનિંગ રમી હતી.

જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજ બોલરો સામે પણ આક્રમક બેટિંગ કરીને તેણે દિલ્હીની જીતનો માર્ગ મોકળો કરી દીધો હતો. દિલ્હી કેપિટલ્સે માત્ર 18.1 ઓવરમાં જ 4 વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી. આ જીત સાથે દિલ્હીએ ટુર્નામેન્ટમાં પોતાની વિજયી લય જાળવી રાખી છે. સમીર રિઝવીની આ વિસ્ફોટક બેટિંગે તેને મેચનો હીરો બનાવ્યો હતો, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સને હાર્દિક પંડ્યાની ખોટ સાલી હતી અને તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.