April 5, 2026
સ્પોર્ટ્સ

મેદાન પર કેમ ન દેખાયો હાર્દિક પંડ્યા? દિલ્હી કેપિટલ્સ સામેની હાઈ-વોલ્ટેજ મેચમાં ગેરહાજર રહેવાનું સાચું કારણ

10:41:00 AM
Save
Apr 5, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>મેદાન પર કેમ ન દેખાયો હાર્દિક પંડ્યા? </strong></span>દિલ્હી કેપિટલ્સ સામેની હાઈ-વોલ્ટેજ મેચમાં ગેરહાજર રહેવાનું સાચું કારણ</p>

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026માં શનિવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રસાકસીભરી મેચ યોજાઈ હતી. આ મેચમાં ચાહકો માટે સૌથી મોટા સમાચાર એ રહ્યા કે મુંબઈના નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નહોતો. હાર્દિકની ગેરહાજરીમાં સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ટીમની કમાન સંભાળી હતી અને ટોસ પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ટોસ દરમિયાન હાર્દિક પંડ્યાની ગેરહાજરી અંગે ખુલાસો કરતા કાર્યકારી કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું હતું કે, હાર્દિકની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તે આજની મેચ માટે ઉપલબ્ધ નથી.

સૂર્યાએ ઉમેર્યું કે હાર્દિક મેચ માટે સંપૂર્ણ ફિટ ન હોવાથી ટીમે તેની સુરક્ષા અને સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપી તેને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. અગાઉની મેચમાં કોલકાતા સામેની જીત બાદ ટીમમાં સકારાત્મક માહોલ હોવા છતાં, દિલ્હીની અલગ પરિસ્થિતિમાં ટીમ નવી વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરી હતી. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અક્ષરે જણાવ્યું હતું કે, આ તેમની સીઝનની પહેલી હોમ-મેચ છે અને પિચ થોડી સૂકી અને કઠિન હોવાથી લક્ષ્યાંકનો પીછો કરવો એ સારો વિકલ્પ હોઈ શકે છે.

દિલ્હીની ટીમે તેમના પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નહોતો, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં કેપ્ટન સહિત અનેક મહત્વના ફેરફારો જોવા મળ્યા હતા. હાર્દિક પંડ્યાના સ્થાને ટીમમાં દિપક ચહરનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય ફેરફારોમાં ટ્રેન્ટ બોલ્ટના સ્થાને કોર્બિન બોશ અને મિશેલ સેન્ટનરને અલ્લાહ ગઝનફરની જગ્યાએ તક આપવામાં આવી હતી. સૂર્યકુમાર યાદવે પિચને બેટિંગ માટે અનુકૂળ ગણાવી હતી અને મુંબઈની ટીમ પ્રથમ બેટિંગ કરીને મોટો સ્કોર ઊભો કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી હતી.

જોકે, નિયમિત કેપ્ટન વિના ટીમ કોમ્બિનેશન સેટ કરવું મુંબઈ માટે પડકારજનક રહ્યું હતું. મેચના પરિણામની વાત કરીએ તો, દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઇન્ડિયન્સને 6 વિકેટથી હરાવી શાનદાર જીત નોંધાવી હતી. દિલ્હી તરફથી સમીર રિઝવીએ 90 રનની તોફાની ઇનિંગ રમીને પોતાની ટીમને જીત અપાવી હતી. મુંબઈ ઇન્ડિયન્સ હવે હાર્દિક પંડ્યા ઝડપથી સ્વસ્થ થઈને આગામી મેચોમાં વાપસી કરે તેવી આશા રાખી રહ્યું છે, જેથી ટીમ ફરી એકવાર વિજયી લય પ્રાપ્ત કરી શકે.