April 2, 2026
સ્પોર્ટ્સ

"ટીમ મુંબઈથી અલગ, ગર્લફ્રેન્ડ સંગ" દિલ્હી પહોંચતા જ હાર્દિક પંડ્યા અને મહિકા શર્માનો વીડિયો વાયરલ

11:02:00 AM
Save
Apr 2, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>"ટીમ મુંબઈથી અલગ, ગર્લફ્રેન્ડ સંગ"</strong></span> દિલ્હી પહોંચતા જ હાર્દિક પંડ્યા અને મહિકા શર્માનો વીડિયો વાયરલ</p>

IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સની શાનદાર શરૂઆત બાદ ટીમ હવે દિલ્હી કેપિટલ્સ સામેના બીજા મુકાબલા માટે સજ્જ છે. પરંતુ આ મેચ પહેલા ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની એક અલગ હરકતે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. મુંબઈ ઈન્ડિયન્સની આખી ટીમ દિલ્હી જવા માટે એકસાથે રવાના થઈ હતી, પરંતુ કેપ્ટન હાર્દિક પંડ્યા ટીમ સાથે જોવા મળ્યો નહોતો. હાર્દિક પંડ્યા ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં હાર્દિક અને મહિકા એકબીજાનો હાથ પકડીને એરપોર્ટની બહાર નીકળતા નજરે પડે છે.

આ વીડિયો સામે આવ્યા બાદ ચાહકોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું હાર્દિકે ટીમ પ્રોટોકોલ તોડીને અંગત જીવનને વધુ મહત્વ આપ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સના અન્ય ખેલાડીઓ જ્યારે ઓફિશિયલ ટીમ બસ અને ફ્લાઈટમાં દિલ્હી પહોંચ્યા, ત્યારે હાર્દિકે અલગથી ટ્રાવેલ કરવાનું પસંદ કર્યું હતું. જોકે, ફ્રેન્ચાઈઝી તરફથી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ કેપ્ટનનું આ રીતે ટીમથી અલગ રહેવું સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો વિષય બન્યું છે.

કેટલાક ચાહકો તેને હાર્દિકનો અંગત મામલો ગણાવી રહ્યા છે, તો કેટલાક તેની શિસ્ત પર સવાલ ઉઠાવી રહ્યા છે. હાર્દિક પંડ્યા અગાઉ પણ તેના અંગત જીવન અને ડિવોર્સને લઈને ચર્ચામાં રહ્યો છે. હવે મહિકા શર્મા સાથે તેની વધતી નિકટતા અને જાહેરમાં હાથ પકડીને ફરતા વીડિયોએ તેમના સંબંધો પર મહોર લગાવી દીધી હોય તેવું લાગે છે. મહિકા શર્મા એક મોડલ અને એક્ટ્રેસ છે, જે છેલ્લા કેટલાક સમયથી હાર્દિક સાથે સતત જોવા મળી રહી છે.

હવે જોવાનું એ રહેશે કે મેદાનની બહાર ચર્ચામાં રહેલો આ કેપ્ટન દિલ્હી સામેની મેચમાં કેવું પ્રદર્શન કરે છે. મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો આશા રાખી રહ્યા છે કે હાર્દિકનું ધ્યાન ભલે અત્યારે વ્યક્તિગત જીવનમાં હોય, પણ મેદાન પર તેની કેપ્ટન્સી અને બેટિંગ મુંબઈને જીત અપાવશે. દિલ્હી સામેની આ મેચ હાર્દિક માટે માત્ર રમત જ નહીં પણ ટીકાકારોને જવાબ આપવાની તક પણ છે.