April 8, 2026
સ્પોર્ટ્સ

વૈભવ-યશસ્વીની તોફાની બેટિંગ:  મુંબઈના બોલરો લાચાર, હાર્દિક પંડ્યાએ કહ્યું- 'બેટિંગ નહીં, આ કારણે હાર્યા'

12:00:00 PM
Save
Apr 8, 2026
Share :

વૈભવ-યશસ્વીની તોફાની બેટિંગ:  મુંબઈના બોલરો લાચાર, હાર્દિક પંડ્યાએ કહ્યું- 'બેટિંગ નહીં, આ કારણે હાર્યા'

આઈપીએલમાં ગુવાહાટીના મેદાન પર રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને રાજસ્થાન રોયલ્સ સામે 27 રને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. વરસાદના વિઘ્ન બાદ 11 ઓવરની રમાયેલી આ મેચમાં રાજસ્થાનના ઓપનરોએ મુંબઈના બોલરોની બરાબરની ધોલાઈ કરી હતી. મેચ બાદ મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ હારનો પૂરો ટોપલો બોલરો પર ઢોળતા કહ્યું હતું કે, પાવરપ્લેમાં યોજના મુજબ બોલિંગ ન થવી તે હારનું મુખ્ય કારણ રહ્યું છે. મેચની વાત કરીએ તો, વરસાદને કારણે બદલાયેલા નિયમો હેઠળ રમાયેલી આ મેચમાં રાજસ્થાનની ઓપનિંગ જોડી યશસ્વી જયસ્વાલ અને યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ તોફાની શરૂઆત કરી હતી.

બંનેએ પ્રથમ વિકેટ માટે માત્ર 5 ઓવરમાં 80 રન ફટકારી મુંબઈને બેકફૂટ પર ધકેલી દીધું હતું. યશસ્વીએ 32 બોલમાં અણનમ 77 રન બનાવ્યા હતા, જ્યારે વૈભવ સૂર્યવંશીએ માત્ર 14 બોલમાં 39 રન ફટકારી મુંબઈના બોલિંગ આક્રમણને વેરવિખેર કરી નાખ્યું હતું. હાર્દિક પંડ્યાએ હારનું વિશ્લેષણ કરતા સ્પષ્ટ કર્યું કે, તે બેટિંગ યુનિટને આ હાર માટે જવાબદાર નહીં ગણે. તેણે કહ્યું, "અમારા બોલરો અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નથી. પાવરપ્લેમાં અમે જે પ્લાન બનાવ્યો હતો તેને અમલમાં મૂકવામાં નિષ્ફળ રહ્યા."

જોકે, પંડ્યાએ રાજસ્થાનના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની નીડર બેટિંગના વખાણ કર્યા હતા અને તેને ભારતીય ક્રિકેટનું ઉજ્જવળ ભવિષ્ય ગણાવ્યું હતું. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે પોતાની ટીમની જીતનો શ્રેય ઓપનિંગ જોડી અને ફાસ્ટ બોલરોને આપ્યો હતો. પરાગે યશસ્વી અને વૈભવને ટૂર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ ઓપનિંગ જોડી ગણાવતા કહ્યું કે તેમની મેચ્યોરિટી ટીમને મજબૂતી આપે છે. તે તેણે વૈભવ સાથેના તાલમેલ વિશે કહ્યું કે તે સતત યુવા સાથીને સકારાત્મક મેસેજ આપતો હતો જેથી તે કોઈ પણ દબાણ વિના પોતાની કુદરતી રમત રમી શકે.

ગુવાહાટીમાં વરસાદને કારણે મેચ 13મા ઓવરના બદલે 11 ઓવરની કરવામાં આવી હતી. નવા નિયમો મુજબ પાવરપ્લે 3.2 ઓવરનો હતો અને બોલરો માટે ઓવરની મર્યાદા પણ બદલવામાં આવી હતી. આ બદલાયેલા સમીકરણોમાં મુંબઈ ઈન્ડિયન્સ ક્યાંક થાપ ખાઈ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે હાર્દિક પંડ્યાની ટીમ આગામી મેચમાં પોતાની ભૂલો સુધારીને કેવી વાપસી કરે છે.