BCCI દ્વારા IPL 2026 ના બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર: 13 એપ્રિલથી 12 શહેરોમાં રમાશે 50 રોમાંચક મેચો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ક્રિકેટ ચાહકો માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ના બીજા તબક્કાના સત્તાવાર શેડ્યૂલની જાહેરાત કરી દેવામાં આવી છે. 13 એપ્રિલથી શરૂ થનારા આ બીજા તબક્કામાં દેશના 12 શહેરોમાં કુલ 50 મેચો રમાશે. જોકે, ક્રિકેટ બોર્ડ દ્વારા પ્લેઓફ મેચોના સ્થળ અંગેની વિગતો હાલ પૂરતી અનામત રાખવામાં આવી છે.
બીજા તબક્કાની ઓપનિંગ મેચમાં હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે ટક્કર
BCCI દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર, IPL 2026 નો બીજો તબક્કો 13 એપ્રિલથી શરૂ થઈને 24 મે સુધી ચાલશે. આ બીજા તબક્કાની શાનદાર શરૂઆત સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની રોમાંચક મેચથી થશે, જે હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ પર રમાશે. આ તબક્કા દરમિયાન ક્રિકેટ ચાહકોને 8 ડબલ-હેડર એક દિવસમાં બે મેચોની મજા માણવા મળશે.
દેશના 12 પ્રમુખ શહેરોમાં ક્રિકેટનો રોમાંચ જોવા મળશે
આ 50 મેચોની યજમાની દેશના 12 વિવિધ શહેરો કરશે. બેંગલુરુ, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને દિલ્હી સહિતના પ્રમુખ શહેરોના સ્ટેડિયમમાં આ મેચો રમાડવામાં આવશે, જેથી દેશભરના ચાહકો પોતાના શહેરમાં લાઇવ ક્રિકેટનો આનંદ માણી શકે.
આવતીકાલથી પ્રથમ તબક્કાનો શાનદાર પ્રારંભ
અત્રે નોંધનીય છે કે, IPL 2026 ના પ્રથમ તબક્કાનો પ્રારંભ આવતીકાલથી થવા જઈ રહ્યો છે. પ્રથમ તબક્કાની ઓપનિંગ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ની ટીમો બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આમનેસામને ટકરાશે.