ખુશી માતમમાં ફેરવાઈ! જીત બાદ કેપ્ટનને મળી સજા, જાણો શું હતી તેની ભૂલ!
IPL 2026માં ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સે શાનદાર જીત મેળવી હતી, પરંતુ આ ખુશી કેપ્ટન શ્રેયસ ઐયર માટે લાંબો સમય ટકી શકી નહોતી. મેચ પૂર્ણ થયા બાદ BCCIએ આચારસંહિતાના ભંગ બદલ કેપ્ટન પર મોટો આર્થિક દંડ ફટકાર્યો છે. આ સાથે જ શ્રેયસ ઐયર ચાલુ સીઝનમાં દંડ મેળવનાર પ્રથમ કેપ્ટન બની ગયો છે. BCCI અને IPL કમિટી દ્વારા શ્રેયસ ઐયર પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, આ દંડનું મુખ્ય કારણ 'સ્લો ઓવર રેટ' છે. નિયત સમયમર્યાદામાં પોતાની 20 ઓવર પૂર્ણ ન કરી શકવા બદલ પંજાબ કિંગ્સના કેપ્ટનને દોષિત ઠેરવવામાં આવ્યો છે.
IPLના કડક નિયમો મુજબ, આ સીઝનનો આ પહેલો કિસ્સો છે જેમાં કોઈ કેપ્ટન પર કાર્યવાહી કરવામાં આવી હોય. મેચની વાત કરીએ તો, પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ 163 રનના ટાર્ગેટનો પીછો કરતા વિકેટથી વિજય મેળવ્યો હતો. ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 162 રન બનાવ્યા હતા. પંજાબની ટીમે 19.1 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો. આ જીત પંજાબ માટે સીઝનની શરૂઆતની મહત્વની જીત સાબિત થઈ છે. પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયર માટે આ મેચ વ્યક્તિગત રીતે સંઘર્ષપૂર્ણ રહી હતી. એક તરફ ટીમ જીતી રહી હતી, ત્યારે બીજી તરફ બેટિંગ દરમિયાન ઐયર માત્ર 18 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. એટલું જ નહીં, ફિલ્ડિંગ કે બેટિંગ દરમિયાન તેના હાથમાં ઈજા પણ થઈ હતી, જેના કારણે તે મેદાન પર પીડામાં જોવા મળ્યો હતો.
IPLમાં સમય પાલન ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે, જો કોઈ ટીમ નિર્ધારિત સમયમાં ઓવર પૂરી નથી કરતી, તો પ્રથમ ભૂલ માટે કેપ્ટનને લાખ રૂપિયાનો દંડ થાય છે. જો આ ભૂલ બીજી કે ત્રીજી વાર દોહરાવવામાં આવે, તો દંડની રકમ વધવાની સાથે કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ પણ લાગી શકે છે. શ્રેયસ ઐયર જોકે પંજાબ મેચ જીતી ગયું, પરંતુ ઓવરઓલ ટીમનું પરફોર્મન્સ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય છે. કેપ્ટન પોતે ફોર્મ અને ફિટનેસ સામે લડી રહ્યો છે, અને હવે સ્લો ઓવર રેટના કારણે લાગેલો દંડ ટીમની રણનીતિ પર સવાલો ઊભા કરે છે. ટીમ દ્વારા સમયસર ઓવર પૂરી ન થવા પાછળ ફિલ્ડ સેટિંગ અને બોલિંગ ફેરફારોમાં વધુ સમય લેવામાં આવ્યો હોવાનું મનાય છે.