April 2, 2026
આંતરરાષ્ટ્રીય ખબરો

ઈરાનનો દુબઈ સ્થિત અમેરિકી ગુપ્ત ઠેકાણાઓ પર મિસાઈલ હુમલાનો દાવો, ટ્રમ્પને આપી ખુલ્લી ચેતવણી

01:00:00 PM
Save
Mar 29, 2026
Share :
<p><strong>ઈરાનનો દુબઈ સ્થિત અમેરિકી ગુપ્ત ઠેકાણાઓ પર મિસાઈલ હુમલાનો દાવો, <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ટ્રમ્પને આપી ખુલ્લી ચેતવણી</span></strong></p>

મધ્ય પૂર્વમાં તણાવ હવે અત્યંત ખતરનાક અને વિનાશક વળાંક પર આવી પહોંચ્યો છે. ઈરાન અને અમેરિકા વચ્ચેની સીધી ટક્કર માત્ર બે દેશો પૂરતી સીમિત ન રહેતા, હવે ખાડી દેશોના આર્થિક કેન્દ્રો સુધી પ્રસરી રહી છે. આધુનિક શસ્ત્રો, મિસાઈલો અને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ખેલાઈ રહેલું આ જંગ વૈશ્વિક શાંતિ, તેલના પુરવઠા અને આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર માટે ગંભીર ખતરો બની ગયું છે.

મધ્ય પૂર્વમાં જંગની જ્વાળાઓ હવે બિઝનેસ હબ ગણાતા દુબઈ સુધી પહોંચી ગઈ છે. ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, ઈરાની દળોએ સંયુક્ત આરબ અમીરાત (UAE) ના દુબઈમાં આવેલા અમેરિકી સેનાના 2 ગુપ્ત મથકો પર ડ્રોન અને મિસાઈલો વડે ચોકસાઈપૂર્વક હુમલા કર્યા છે. ઈરાનનો દાવો છે કે આ ઓપરેશનમાં અમેરિકી સૈન્યને મોટું નુકસાન પહોંચ્યું છે.

500 સૈનિકોના લોકેશન પર તરાપ

ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના જણાવ્યા અનુસાર, આ ગુપ્ત ઠેકાણાઓ પર અંદાજે 500 અમેરિકી સૈનિકો તૈનાત હતા. જેમાં એક લોકેશન પર 400 અને બીજા સ્થળે 100 સૈનિકો હાજર હોવાની માહિતી મળી હતી. ઈરાને દાવો કર્યો છે કે અગાઉના હુમલાઓથી બચવા અમેરિકી દળો જે ગુપ્ત સ્થળોએ શિફ્ટ થયા હતા, તેને ટ્રેક કરીને આ હુમલો કરવામાં આવ્યો છે.

અમેરિકાને 'કબરગાહ' બનાવવાની ધમકી

હુમલા બાદ ઈરાને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સીધી ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો અમેરિકા તેની સૈન્ય ગતિવિધિઓ બંધ નહીં કરે તો આ સમગ્ર ક્ષેત્ર અમેરિકી સૈનિકો માટે 'કબર' સાબિત થશે. છેલ્લા કેટલાક સપ્તાહમાં સાઉદી અરેબિયા અને UAE માં વધી રહેલા હુમલાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા જન્માવી છે.

અમેરિકાની જવાબી તૈયારી: 82nd એરબોર્ન ડિવિઝન એલર્ટ

ઈરાનના આક્રમક વલણ સામે અમેરિકાએ પણ વળતો પ્રહાર કરવાની તૈયારીઓ તેજ કરી છે. રિપોર્ટ્સ મુજબ, અમેરિકા તેની અત્યંત ઘાતક ગણાતી 82nd એરબોર્ન ડિવિઝનના સૈનિકોને મધ્ય પૂર્વમાં મોકલી શકે છે. એટલું જ નહીં, ઈરાનના મહત્વના ઓઈલ હબ Kharg Island પર પણ અમેરિકી કાર્યવાહીની શક્યતાઓ સેવાઈ રહી છે. સામે પક્ષે ઈરાને દરિયાઈ સુરંગો (Mines) બિછાવીને પોતાના જળવિસ્તારને અભેદ્ય બનાવવાનું શરૂ કર્યું છે.

ગુજરાત અને દેશ પર અસર

આ યુદ્ધની અસર સ્થાનિક સ્તરે પણ વર્તાવા લાગી છે. ઈંધણ અને કાચા માલના ભાવમાં થયેલા વધારાને કારણે ગુજરાતના પ્લાસ્ટિક ઉદ્યોગમાં વપરાતા દાણાના ભાવમાં 50% થી 70% નો તોતિંગ વધારો થયો છે, જેના કારણે સ્થાનિક ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાયા છે.