April 4, 2026
આંતરરાષ્ટ્રીય ખબરો

ઈરાને અમેરિકન વિમાન તોડી પાડવામાં સફળતાનો દાવો કર્યો : પશ્ચિમ એશિયામાં યુદ્ધ તીવ્ર

02:02:00 PM
Save
Apr 4, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ઈરાને અમેરિકન વિમાન તોડી પાડવામાં સફળતાનો દાવો કર્યો : </span>પશ્ચિમ એશિયામાં યુદ્ધ તીવ્ર</strong></p>

પશ્ચિમ એશિયામાં સંઘર્ષ આજે વધુ તીવ્ર બન્યો છે. ખાડી દેશોમાં ઈરાન દ્વારા નવા હુમલાઓ કરવામાં આવ્યા છે. ઈઝરાયલના નાગરિક વિસ્તારોમાં મિસાઈલ હુમલાની અસર જોવા મળી છે, જ્યારે લેબનોનમાં પણ ઈઝરાયલી હુમલાઓ ચાલુ છે. આ બધા વચ્ચે ઈરાન પર અમેરિકન એરફોર્સનું F-15E સ્ટ્રાઈક ઈગલ ફાઈટર જેટ તોડી પાડવામાં આવતા વૈશ્વિક તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.

ઈરાનમાં અમેરિકાનું F-15 અને A-10 જેટ તોડી પડાયાનો દાવો 

શુક્રવારે એક મોટા ઘટનાક્રમમાં, ઈરાન ઉપર ઉડાન ભરી રહેલા યુએસ એરફોર્સના F-15E સ્ટ્રાઈક ઈગલ ફાઈટર જેટને તોડી પાડવામાં આવ્યું હતું. જેટમાંથી બંને ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. તેમાંથી એક ક્રૂ મેમ્બરને બચાવી લેવાયો છે, જ્યારે ગુમ થયેલા બીજા અધિકારીની શોધખોળ ચાલુ છે. ઈરાની અધિકારીઓએ સ્થાનિક નાગરિકોને આ ગુમ થયેલા અમેરિકન અધિકારીને શોધવામાં મદદ કરવા અપીલ કરી છે અને માહિતી આપનાર માટે ઈનામની પણ જાહેરાત કરી છે. વધુમાં, ઈરાને દાવો કર્યો છે કે તેણે એક અમેરિકન A-10 ક્લોઝ એર સપોર્ટ ફાઈટરને પણ નિશાન બનાવ્યું હતું, જેનો પાયલોટ કુવૈતી હવાઈ ક્ષેત્રમાં પહોંચીને બહાર નીકળી ગયો હતો. બચાવ કામગીરીમાં જોડાયેલું એક યુએસ બ્લેક હોક હેલિકોપ્ટર પણ અથડાયું હોવાનો દાવો ઈરાની સ્ટેટ ટેલિવિઝને કર્યો છે, જે ઘાયલ ક્રૂ સાથે પોતાના બેઝ પર પરત ફરવામાં સફળ રહ્યું હતું.

ઈઝરાયલ પર ઈરાનના મિસાઈલ હુમલા, દેશભરમાં વાગી સાયરન 

શનિવારે ઈરાન દ્વારા અનેક મોરચે ડ્રોન અને મિસાઈલ હુમલાઓ તેજ કરવામાં આવ્યા હતા. ઈઝરાયલમાં ઈરાની મિસાઈલો ત્રાટકતાં દક્ષિણ બીરશેબામાં આવેલા એક ઔદ્યોગિક વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઉપરાંત રોશ હૈયન નજીક એક રહેણાંક મકાનને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. હુમલાઓને પગલે ઈઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ ગઈ હતી અને આવતા પ્રોજેક્ટાઈલ્સને હવામાં જ નષ્ટ કર્યા હતા. આ હુમલાઓ અને હવામાં તોડી પડાયેલી મિસાઈલોના કાટમાળ પડવાને કારણે દેશભરમાં સાયરનો ગુંજી ઉઠી હતી.

લેબનોનમાં ઈઝરાયલી એરસ્ટ્રાઈકથી 2 પુલ ધ્વસ્ત 

ઈઝરાયલે માત્ર ઈરાન જ નહીં પરંતુ લેબનોન બોર્ડર પર પણ કાર્યવાહી સઘન બનાવી છે. લેબનોનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈઝરાયલી એરફોર્સ દ્વારા દક્ષિણ લેબનોનમાં કરવામાં આવેલા હવાઈ હુમલાઓમાં 2 મહત્વપૂર્ણ પુલ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે.