April 8, 2026
ગુજરાત

દક્ષિણ ભારતના યાત્રાધામોની સફર હવે વધુ સરળ: IRCTC દ્વારા મે માસમાં ‘ભારત ગૌરવ ટ્રેન’ હેઠળ વિશેષ ટૂરનું આયોજન

07:00:00 PM
Save
Apr 8, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">દક્ષિણ ભારતના યાત્રાધામોની સફર હવે વધુ સરળ: </span>IRCTC દ્વારા મે માસમાં ‘ભારત ગૌરવ ટ્રેન’ હેઠળ વિશેષ ટૂરનું આયોજન</strong></p>

ભારતીય રેલવેના ઉપક્રમે દક્ષિણ ભારતના પવિત્ર યાત્રાધામોના આરામદાયક અને સલામત પ્રવાસ માટે IRCTC દ્વારા ‘ભારત ગૌરવ ટ્રેન’ના માધ્યમથી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’ અંતર્ગત આગામી 12 મે થી 22 મે 2026 દરમિયાન યોજાનારા આ 11 દિવસીય પ્રવાસમાં શ્રદ્ધાળુઓને દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ મંદિરો અને જ્યોતિર્લિંગના દર્શનનો લ્હાવો મળશે. ખાસ કરીને ઉનાળુ વેકેશન દરમિયાન સરકારી કર્મચારીઓ માટે LTCનો લાભ લેવાની આ એક ઉત્તમ તક છે.

પવિત્ર જ્યોતિર્લિંગ અને ધાર્મિક સ્થળોનો પ્રવાસ

આ 11 દિવસીય પ્રવાસ દરમિયાન યાત્રિકોને દક્ષિણ ભારતના શ્રદ્ધા કેન્દ્રો એવા તિરુપતિ બાલાજી, રામનાથસ્વામી જ્યોતિર્લિંગ (રામેશ્વરમ), મદુરાઈનું મીનાક્ષી મંદિર, કન્યાકુમારી તેમજ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન કરાવવામાં આવશે. આ યાત્રામાં ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોની સાથે સાથે વિવિધ સ્થાનિક પ્રવાસન સ્થળોની મુલાકાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રી જગન્નાથ પીઠાધીશ્વર જગદગુરુ શ્રી દિલીપદેવાચાર્ય મહારાજની પ્રેરણાથી આયોજિત આ યાત્રા શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક અનુભવ પૂરો પાડશે.

ગુજરાતના મુખ્ય શહેરોમાંથી બોર્ડિંગ સુવિધા

‘ભારત ગૌરવ ટ્રેન’ નું પ્રસ્થાન 12 May 2026 ના રોજ રાજકોટથી થશે. આ ટ્રેન ગુજરાતના વિવિધ મુખ્ય સ્ટેશનો જેવા કે સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી (અમદાવાદ), નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ અને સુરતથી પસાર થશે. આ વ્યવસ્થાને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં રહેતા શ્રદ્ધાળુઓ અને કર્મયોગીઓ પોતાની અનુકૂળતા મુજબ નજીકના સ્ટેશનથી ટ્રેનમાં જોડાઈ શકશે.

ત્રણ વિવિધ કેટેગરીમાં પેકેજ અને સુવિધાઓ

મુસાફરોની સુવિધા અને બજેટ મુજબ IRCTC દ્વારા ત્રણ અલગ-અલગ કેટેગરીમાં પેકેજ નક્કી કરાયા છે.  જેમાં ઇકોનોમી ક્લાસ (નોન-એસી સ્લીપર) વ્યક્તિ દીઠ 21,525 રૂપિયા, કમ્ફર્ટ ક્લાસ (3-ટાયર એસી) વ્યક્તિ દીઠ 39,105 રૂપિયા, કમ્ફર્ટ ક્લાસ (2-ટાયર એસી) વ્યક્તિ દીઠ 48,185 રૂપિયા છે. આ પેકેજમાં યાત્રાળુઓને આપવામાં આવતી અન્ય સુવિધાઓ જેવી કે ભોજન અને નિવાસની વિગતો IRCTC ની યાદીમાં સ્પષ્ટ કરવામાં આવી છે.

નોંધણી અને બુકિંગની પ્રક્રિયા

આ યાત્રા પેકેજનું બુકિંગ ‘વહેલા તે પહેલા’ ના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે. ઈચ્છુક નાગરિકો અને કર્મયોગીઓ IRCTC ની સત્તાવાર વેબસાઇટ www.irctctourism.com પર ઓનલાઇન નોંધણી કરાવી શકે છે. વધુ પૂછપરછ માટે roadi@irctc.com પર ઈમેઈલ કરી શકાય છે અથવા અમદાવાદમાં આશ્રમ રોડ સ્થિત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પાસેના પેલિકન બિલ્ડીંગમાં આવેલી IRCTC ની કચેરીનો રૂબરૂ સંપર્ક કરી શકાશે.