April 1, 2026
હેલ્થ

શું તમને પણ સતત થાક અને નબળાઈ લાગે છે? શરીરમાં હોઈ શકે છે આયર્નની ઉણપ, આ લક્ષણોને નજરઅંદાજ ન કરો

06:00:00 AM
Save
Mar 28, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>શું તમને પણ સતત થાક અને નબળાઈ લાગે છે?</strong></span> શરીરમાં હોઈ શકે છે આયર્નની ઉણપ, આ લક્ષણોને નજરઅંદાજ ન કરો</p>

શું તમે પણ રાત્રે 7-8 કલાકની ગાઢ ઊંઘ લીધા પછી સવારે ઉઠો ત્યારે થાક અને નબળાઈ અનુભવો છો? જો જવાબ 'હા' હોય, તો આ માત્ર કામનો બોજ નથી, પરંતુ તમારા શરીરમાં આયર્ન (લોહતત્ત્વ) ની ગંભીર ઉણપનો સંકેત હોઈ શકે છે. આજના વ્યસ્ત યુગમાં ખોટી ખાનપાનની આદતોને કારણે લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર ઘટી રહ્યું છે, જે ધીમે ધીમે શરીરને અંદરથી ખોખલું કરી દે છે. જાણો, આયર્નની ઉણપના એવા  લક્ષણો જેને આપણે અજાણતામાં નજરઅંદાજ કરીએ છીએ આજની ભાગદોડ ભરેલી જીવનશૈલી અને અનિયમિત આહાર પદ્ધતિને કારણે લોકોમાં શારીરિક નબળાઈનું પ્રમાણ વધી રહ્યું છે.

જો શરીરમાં આયર્ન ઘટે, તો હૃદય અને મગજ સહિતના અંગો પર દબાણ વધે છે. તાજેતરના અહેવાલો મુજબ, ખાસ કરીને સ્ત્રીઓ અને પુરુષોમાં વધતા જતા થાક, વાળ ખરવા અને શ્વાસ લેવાની તકલીફ પાછળ આયર્નની ઉણપ મુખ્ય કારણ સાબિત થઈ રહી છે.આયર્નની ઉણપના લક્ષણો માત્ર થાક પૂરતા મર્યાદિત નથી, પરંતુ તે શરીરના અન્ય ભાગો પર પણ સ્પષ્ટપણે દેખાય છે. લોહીમાં લાલ રક્તકણો ઘટવાને કારણે ત્વચા નિસ્તેજ અને પીળી પડવા લાગે છે. આ ઉપરાંત, હૃદયને ઓક્સિજનની પૂર્તિ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે, જેનાથી ધબકારા અનિયમિત અથવા ઝડપી બની જાય છે.

શારીરિક શ્રમ દરમિયાન, જેમ કે સીડી ચઢતી વખતે કે થોડું ચાલતી વખતે પણ શ્વાસ લેવામાં તકલીફ થવી એ આયર્નની ગંભીર અછતનો સંકેત છે. મગજને પૂરતો ઓક્સિજન ન મળવાને કારણે વારંવાર માથાનો દુખાવો, ચક્કર આવવા અને માનસિક એકાગ્રતામાં ઘટાડો જેવી સમસ્યાઓ ઉદભવે છે.

હિમોગ્લોબિન અને આયર્નનું મહત્વ

આયર્ન આપણા શરીર માટે એક અનિવાર્ય ખનિજ છે, જે લોહીમાં હિમોગ્લોબિનની રચના માટે જવાબદાર છે. હિમોગ્લોબિનનું મુખ્ય કાર્ય ફેફસાંમાંથી ઓક્સિજન લઈને શરીરના તમામ અંગો અને કોષો સુધી પહોંચાડવાનું છે. જો શરીરમાં આયર્નનું સ્તર ઘટે તો ઓક્સિજનનો પુરવઠો ખોરવાય છે, પરિણામે વ્યક્તિને સતત સુસ્તી અને નબળાઈનો અનુભવ થાય છે.

સતત થાક અને નિસ્તેજ ત્વચા

આયર્નની ઉણપનું સૌથી મોટું લક્ષણ અસાધારણ થાક છે. જ્યારે સ્નાયુઓ અને પેશીઓને પૂરતો ઓક્સિજન મળતો નથી, ત્યારે હૃદયને વધુ મહેનત કરવી પડે છે, જેનાથી થાક લાગે છે. આ ઉપરાંત, લોહીમાં લાલ રક્તકણોની અછતને કારણે ત્વચા પીળી કે નિસ્તેજ દેખાવા લાગે છે, જે એનિમિયા (પાંડુરોગ) તરફ નિર્દેશ કરે છે.

શ્વાસ લેવામાં તકલીફ અને ધબકારામાં વધારો

જો તમને સામાન્ય ચાલવામાં અથવા સીડી ચઢવા જેવા સામાન્ય કાર્યોમાં પણ શ્વાસ ચઢતો હોય, તો તે આયર્નની અછતનો સંકેત છે. શરીર જ્યારે ઓક્સિજનની જરૂરિયાત પૂરી નથી કરી શકતું, ત્યારે શ્વાસ લેવાની ગતિ વધી જાય છે. તેની સીધી અસર હૃદય પર પડે છે, જેના કારણે હૃદયના ધબકારા અનિયમિત અથવા ઝડપી બની શકે છે.

માથાનો દુખાવો અને માનસિક ક્ષમતા પર અસર

જ્યારે મગજ સુધી ઓક્સિજન યોગ્ય માત્રામાં પહોંચતો નથી, ત્યારે મગજની રક્તવાહિનીઓમાં સોજો આવી શકે છે, જે વારંવાર માથાના દુખાવા અને ચક્કર આવવાનું કારણ બને છે. આ ઉપરાંત, આયર્નની ઉણપ વ્યક્તિની માનસિક ક્ષમતાને પણ અસર કરે છે, જેનાથી એકાગ્રતામાં ઘટાડો  અને ચીડિયાપણું વધે છે.

વાળ ખરવા અને નખની નબળાઈ

શરીર જ્યારે જીવનરક્ષક અંગોને ઓક્સિજન પહોંચાડવામાં વ્યસ્ત હોય છે, ત્યારે તે વાળ અને નખ જેવા ઓછા મહત્વના ભાગોમાં ઓક્સિજન ઘટાડી દે છે. આના કારણે વાળ અચાનક ખરવા લાગે છે અને નખ નબળા અથવા ચમચી જેવા વાંકા થઈ જાય છે. સ્ત્રીઓમાં આ લક્ષણ સૌથી વધુ જોવા મળે છે.

શરીર ઠંડુ પડવું અને જીભમાં સોજો

આયર્નની ઉણપ રક્ત પરિભ્રમણને નબળું પાડે છે, જેના કારણે ખાસ કરીને હાથ અને પગના પંજા હંમેશા ઠંડા રહે છે. આ સિવાય, મોઢાની અંદર જીભમાં સોજો આવવો, જીભનો રંગ બદલાવો અથવા જીભમાં બળતરા થવી એ પણ આયર્નની ઉણપના વિશિષ્ટ લક્ષણો છે, જેને અવગણવા જોઈએ નહીં.

આયર્ન યુક્ત આહાર અને શોષણની રીત

આયર્નની ઉણપને દૂર કરવા માટે આહારમાં ફેરફાર અત્યંત જરૂરી છે. પાલક જેવા લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, કઠોળ, ખજૂર અને દાડમનો ઉપયોગ વધારવો જોઈએ. મહત્વની વાત એ છે કે આયર્નનું શરીરમાં શોષણ વધારવા માટે આયર્ન યુક્ત ખોરાકની સાથે વિટામિન-સી (જેમ કે લીંબુ કે સંતરા) લેવાનું રાખવું જોઈએ.