April 1, 2026
હેલ્થ

સ્થિર રહીને પણ બ્લડ પ્રેશર ઘટાડી શકાય! હાઈપરટેન્શનના દર્દીઓ માટે 'આઈસોમેટ્રિક કસરત' સાબિત થઈ શકે છે સંજીવની, જાણો કઈ રીતે... 

02:20:00 PM
Save
Mar 28, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સ્થિર રહીને પણ બ્લડ પ્રેશર ઘટાડી શકાય! </strong></span>હાઈપરટેન્શનના દર્દીઓ માટે 'આઈસોમેટ્રિક કસરત' સાબિત થઈ શકે છે સંજીવની, <strong>જાણો કઈ રીતે... </strong></p>

આજના સમયની ભાગદોડભરી જિંદગી અને અનિયમિત જીવનશૈલીને કારણે હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઈપરટેન્શન એક ગંભીર અને સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે. જ્યારે હૃદય દ્વારા પંપ કરવામાં આવતું લોહી ધમનીઓની દીવાલો પર સામાન્ય કરતાં વધુ દબાણ લાવે છે, ત્યારે તેને હાઈ બ્લડ પ્રેશર કહેવામાં આવે છે. સામાન્ય રીતે 12/80 બ્લડ પ્રેશરને આદર્શ માનવામાં આવે છે, પરંતુ જ્યારે આ આંકડો 130/80ને વટાવી જાય ત્યારે તે જોખમી શ્રેણીમાં આવે છે. જો લાંબા સમય સુધી આ સ્થિતિ જળવાઈ રહે તો તે હૃદય, કિડની અને મગજ જેવા મહત્વના અંગોને નુકસાન પહોંચાડી શકે છે. આ જટિલ પરિસ્થિતિમાં કસરતને હંમેશા અસરકારક માનવામાં આવી છે, પરંતુ હાલમાં જ થયેલા એક સંશોધને એક નવો માર્ગ બતાવ્યો છે, જે મુજબ 'આઈસોમેટ્રિક કસરત' હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અન્ય પરંપરાગત કસરતો કરતાં વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ઇંગ્લેન્ડના સંશોધકો દ્વારા છેલ્લા 13 વર્ષમાં હાથ ધરવામાં આવેલી 270 જેટલી અલગ-અલગ સ્ટડીઝના ડેટા એનાલિસિસમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે. આશરે 15 હજારથી વધુ લોકો પર કરવામાં આવેલા આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આઈસોમેટ્રિક કસરતો બ્લડ પ્રેશર ઘટાડવામાં અકસીર સાબિત થાય છે. આઈસોમેટ્રિક કસરત એટલે એવી પ્રવૃત્તિ કે જેમાં સ્નાયુઓ તો સંકોચાય છે, પરંતુ શરીરના સાંધાઓમાં કોઈ હલનચલન થતી નથી. સામાન્ય રીતે દોડવું કે સાયકલ ચલાવવી એ ડાયનેમિક કસરતો છે, પરંતુ આઈસોમેટ્રિકમાં તમારે એક જ પોઝિશનમાં સ્થિર રહીને સ્નાયુઓ પર દબાણ લાવવાનું હોય છે. ઉદાહરણ તરીકે, દીવાલના ટેકે ખુરશીની જેમ બેસવું (વોલ સ્ક્વોટ), હાથના પંજાથી હેન્ડગ્રિપને જોરથી દબાવવી અથવા પગ વડે કોઈ સ્થિર વસ્તુ પર સતત દબાણ આપવું એ આઈસોમેટ્રિક વ્યાયામના પ્રકારો છે.

આ કસરત કેવી રીતે કામ કરે છે તેની પાછળનું વિજ્ઞાન ઘણું રસપ્રદ છે. નિષ્ણાતોના મતે, જ્યારે આપણે એક જ મુદ્રામાં રહીને સ્નાયુઓને લાંબા સમય સુધી સંકોચાયેલા રાખીએ છીએ, ત્યારે તે ચોક્કસ ભાગમાં રક્ત પ્રવાહ એટલે કે બ્લડ ફ્લો થોડા સમય માટે ધીમો પડી જાય છે. પરંતુ જેવું આપણે એ દબાણ છોડીએ છીએ, કે તરત જ લોહી ખૂબ જ ઝડપથી અને જોશ સાથે તે નળીઓમાં પાછું ફરે છે. આ પ્રક્રિયાને કારણે રક્તવાહિનીઓ રિલેક્સ થાય છે અને તેમની લવચીકતા વધે છે. આ આખી પ્રક્રિયા કુદરતી રીતે જ બ્લડ પ્રેશરને નીચે લાવવામાં મદદરૂપ બને છે. જે લોકો જિમમાં જઈને ભારે વજન નથી ઉઠાવી શકતા અથવા વધુ પડતું કાર્ડિયો કરી શકતા નથી, તેમના માટે આ એક ઉત્તમ વિકલ્પ છે.

જોકે, આ કસરત કરવા માટે કેટલીક સાવચેતી રાખવી પણ અત્યંત અનિવાર્ય છે. ભલે તે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ હોય, પરંતુ જ્યારે સ્નાયુઓ ખેંચાયેલા હોય છે ત્યારે તે ટૂંકા ગાળા માટે બ્લડ પ્રેશરમાં અચાનક ઉછાળો લાવી શકે છે. તેથી, જે દર્દીઓનું બ્લડ પ્રેશર પહેલેથી જ ખૂબ વધારે રહેતું હોય અથવા જેમને હૃદય સંબંધિત ગંભીર બીમારીઓ હોય, તેમણે આ કસરત શરૂ કરતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આઈસોમેટ્રિક કસરત એ હાઈપરટેન્શન સામે લડવાનું એક શક્તિશાળી હથિયાર છે, પરંતુ તેને યોગ્ય ટેકનિક અને તબીબી માર્ગદર્શન હેઠળ કરવામાં આવે તો જ તે સુરક્ષિત અને ફાયદાકારક સાબિત થાય છે.