April 2, 2026
બોલિવૂડ

કબાડની વસ્તુઓથી સજાવ્યું છે જેકી શ્રોફનું ઘર, જકુઝી-આઈસ બાથ જોઈને ચોંકી ગયાં ફરાહ ખાન

12:14:00 PM
Save
Mar 31, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">કબાડની વસ્તુઓથી સજાવ્યું છે જેકી શ્રોફનું ઘર</span>, જકુઝી-આઈસ બાથ જોઈને ચોંકી ગયાં ફરાહ ખાન</p>

ફરાહ ખાન દરેક વ્લોગમાં કોઈને કોઈ સેલિબ્રિટીના ઘરનો ટૂર કરાવે છે. આ વખતે તેઓ જેકી શ્રોફના આલીશાન ઘરે પહોંચ્યાં. જેકી શ્રોફની પુત્રી કૃષ્ણા શ્રોફે ફરાહ ખાન અને તેમના કુક દિલીપનું ઘરમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

ઘરમાં પગ મૂકતાં જ ફરાહ ખાન ઘરની અદ્ભુત સજાવટ જોઈને ચોંકી ગયાં. તેમણે કૃષ્ણા શ્રોફને કહ્યું, “કેવું ઘર બનાવ્યું છે તમે લોકોએ!” કૃષ્ણાએ જણાવ્યું કે, તેઓ ભાઈ ટાઈગર શ્રોફ અને મમ્મી-પાપા સાથે આ ઘરમાં રહે છે.

ઘરની અંદરની વિશેષતાઓ
જેકી શ્રોફનું લિવિંગ રૂમ એટલું વિશાળ છે કે જોઈને આંખો ફાટી જાય. દીવાલ પર લક્ષ્મી માતાની સુંદર પેઈન્ટિંગ લગાવેલી છે, જે કૃષ્ણાની માતાએ બનાવી છે. 

ઘરમાં એક નાનકડો પરંતુ અત્યંત સુંદર મંદિર છે, જેમાં હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે. આ મંદિરનો વિસ્તાર શાંતિ અને સુકૂન આપે છે.

ઘરની બાલ્કનીને પણ યુનિક સ્ટાઈલમાં ડિઝાઈન કરવામાં આવી છે, જ્યાંથી મુંબઈની સુંદરતા બેફિકરાઈથી જોઈ શકાય છે. કૃષ્ણા અને ટાઈગરના ઘરમાં જીમ, જકુઝી અને આઈસ બાથની પણ સુવિધા છે. તેમની સવારની રૂટિન જીમથી જ શરૂ થાય છે.

કબાડમાંથી સર્જાયું લક્ઝરીયસ ઘર
સૌથી રસપ્રદ વાત એ છે કે કૃષ્ણા શ્રોફે જણાવ્યું કે તેમણે svst માતા સાથે મળીને આખા ઘરનું ઇન્ટિરિયર કબાડની વસ્તુઓમાંથી તૈયાર કર્યું છે. રસોડું પણ અત્યંત સ્ટાઈલિશ અને આધુનિક બનાવવામાં આવ્યું છે, જ્યાં રસોઈ કરતી વખતે કોઈને કંટાળો ન આવે.

ફરાહ ખાન આ લક્ઝરીયસ અને અનોખા ઘરને જોઈને દંગ રહી ગયાં. તેમણે કહ્યું, “આવું ઘર મેં અગાઉ ક્યારેય જોયું નથી.” જેકી શ્રોફના આ આલીશાન આશિયાને જોઈને ઘણા લોકો આવું જ ઘર બનાવવાની ઈચ્છા કરી રહ્યા છે.