April 11, 2026
ગુજરાત

શ્રી વિશ્વકર્મા બિઝનેસ એક્સ્પો 2026: યુવાનોને મરીન અને ગ્રીન એક્ટિવિટીમાં જોડાવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાકલ

02:57:00 PM
Save
Apr 11, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">શ્રી વિશ્વકર્મા બિઝનેસ એક્સ્પો 2026: </span>યુવાનોને મરીન અને ગ્રીન એક્ટિવિટીમાં જોડાવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાકલ</strong></p>

રાજ્યમાં વ્યાપાર અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત 'શ્રી વિશ્વકર્મા બિઝનેસ એક્સ્પો 2026' માં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ખાસ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે યુવાનોને નવા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કર્યા હતા અને એક્સ્પોના આયોજકોને ઉદ્યોગના વ્યાપ અંગે મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા.

દરિયાઈ અને ગ્રીન એક્ટિવિટીમાં યુવાનોને આગળ આવવા આહવાન

એક્સ્પોમાં ઉપસ્થિત યુવાનો અને ઉદ્યોગ સાહસિકોને સંબોધતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આજના આધુનિક સમયમાં વિશ્વભરમાં નવી તકો ઊભી થઈ રહી છે. તેમણે યુવાનોને માત્ર પરંપરાગત વ્યવસાયો સુધી સીમિત ન રહેતા, વિશ્વની દરિયાઈ અને પર્યાવરણને લગતી ગ્રીન એક્ટિવિટી જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં કામ કરવા અને તેમાં પોતાનું યોગદાન આપવા માટે ખાસ હાકલ કરી હતી.

એક્સ્પો માત્ર સમાજ પૂરતો સીમિત ન રાખવા ટકોર

સામાજિક ઉત્થાન અને વ્યાપારિક પ્રગતિ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક વિકાસ માટે આવા એક્સ્પોનું આયોજન ખૂબ જરૂરી છે અને રાજ્ય સરકાર પણ સમાજને આવા કાર્યક્રમો યોજવા માટે જરૂરી સહાય પૂરી પાડે છે. જોકે, આ સાથે તેમણે આયોજકોને એક સ્પષ્ટ ટકોર કરતા કહ્યું હતું કે, આ એક્સ્પોને માત્ર એક જ સમાજ પૂરતો સીમિત ન રાખવો જોઈએ. તેનો વ્યાપ વધારવો જરૂરી છે જેથી વ્યવસાયિક મંચ પર વ્યાપક જોડાણ થઈ શકે.

મોટી ઇન્ડસ્ટ્રીઝને એક્સ્પોની મુલાકાત માટે આમંત્રણ આપવા સૂચન

બિઝનેસ એક્સ્પોની સફળતા અને તેના દૂરગામી પરિણામો અંગે માર્ગદર્શન આપતા જગદીશ વિશ્વકર્માએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આવા આયોજનોમાં દેશની મોટી અને પ્રસ્થાપિત ઇન્ડસ્ટ્રીઝને પણ મુલાકાત માટે બોલાવવી જોઈએ. મોટી કંપનીઓના પ્રતિનિધિઓ એક્સ્પોની મુલાકાત લેશે તો સ્થાનિક અને નાના ઉદ્યોગકારોને નવું માર્ગદર્શન મળશે અને ઔદ્યોગિક વિકાસ માટેની નવી તકોનું નિર્માણ થશે.