April 1, 2026
ભારત

જમ્મુ-કાશ્મીરમાં ફરી હવામાન પલટાશે: આવતીકાલથી વરસાદ અને બરફ પડવાની આગાહી

01:43:00 PM
Save
Mar 25, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">જમ્મુ-કાશ્મીરમાં ફરી હવામાન પલટાશે: </span>આવતીકાલથી વરસાદ અને બરફ પડવાની આગાહી</strong></p>

જમ્મુ અને કાશ્મીરના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો આવવાની સંભાવના છે. આવતીકાલથી કેન્દ્રશાસિત પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષાનો નવો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગે આગામી 26 માર્ચથી લઈને 31 માર્ચ સુધીના ખરાબ હવામાન અંગે નવી ચેતવણી જારી કરી છે, જેને પગલે ખેડૂતો અને પ્રવાસીઓની સુરક્ષા માટે ખાસ એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે.

26 થી 28 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની આગાહી 

ચાલુ મહિના દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં પહેલેથી જ બરફ અને વરસાદના અનેક રાઉન્ડ જોવા મળી ચૂક્યા છે. હવે હવામાન વિભાગના નવીનતમ બુલેટિન અનુસાર, 26 થી 28 માર્ચના સમયગાળા દરમિયાન સમગ્ર પ્રદેશમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની પૂરી શક્યતા છે. આ દિવસોમાં બપોરના સમયે કેટલાક સ્થળોએ હળવો વરસાદ અથવા હળવી હિમવર્ષા થઈ શકે છે, જેનાથી તાપમાનમાં ફરી ઘટાડો નોંધાશે.

28 માર્ચની રાતથી તોફાની પવન અને ગાજવીજ સાથે મધ્યમ હિમવર્ષાનું એલર્ટ 

હવામાનમાં અચાનક આવનારા આ પલટાને લઈને હવામાન વિભાગે એક ગંભીર ચેતવણી પણ જારી કરી છે. આ એડવાઈઝરી મુજબ, 28 માર્ચની રાત્રિથી શરૂ કરીને 31 માર્ચની બપોર સુધીના સમયગાળા દરમિયાન પહાડી અને કેટલાક ઊંચા વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે મધ્યમ હિમવર્ષા થવાની આશંકા છે. આ સાથે જ ખીણ વિસ્તારમાં તોફાની પવન ફૂંકાવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

ખેતીકામ સ્થગિત કરવા ખેડૂતોને અને મુસાફરી પ્લાન કરવા પ્રવાસીઓને સલાહ 

અપેક્ષિત ખરાબ હવામાન અને તોફાની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને 26 માર્ચ અને ત્યારબાદ 29 થી 31 માર્ચ દરમિયાન તમામ પ્રકારની ખેતીની કામગીરી સ્થગિત રાખવાની કડક સલાહ આપવામાં આવી છે. ખુલ્લામાં રહેલા પાક અને ખેતપેદાશોને સુરક્ષિત સ્થાને ખસેડવા જણાવાયું છે. વધુમાં, જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને મુસાફરોને પણ ટ્રાફિક વિભાગની સલાહનું ચુસ્તપણે પાલન કરવા અને હવામાનની સ્થિતિ જાણીને જ તેમની હિલચાલ કે મુસાફરીનું આયોજન કરવા ખાસ વિનંતી કરવામાં આવી છે.