April 2, 2026
ક્રાઈમ

જામનગર ACBનો સપાટો: ઈલેક્ટ્રિક કામના બિલ મંજૂર કરવાના બદલે ₹4.52 લાખની લાંચ માંગનાર મદદનીશ ઈજનેર જેલહવાલે

11:02:00 AM
Save
Apr 2, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>જામનગર ACBનો સપાટો:</strong></span> ઈલેક્ટ્રિક કામના બિલ મંજૂર કરવાના બદલે ₹4.52 લાખની લાંચ માંગનાર મદદનીશ ઈજનેર જેલહવાલે</p>

ભ્રષ્ટાચાર નાબૂદી અભિયાન અંતર્ગત ગુજરાત એ.સી.બી. દ્વારા જામનગરમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટની કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-2 ના અધિકારી વિજયકુમાર બાબુલાલ મીનાને ₹4,52,000/- ની તોતિંગ લાંચ લેતા આબાદ ઝડપી લેવામાં આવ્યા છે. એ.સી.બી.ની આ સફળ ટ્રેપથી સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ કેસના ફરિયાદીના મિત્રને જામનગરના લાખાબાવડ પાસે બની રહેલ ડબ્લ્યુ.એચ.ઓ. રિસર્ચ સેન્ટર અને દ્વારકાના મોજપ ગામે આવેલ બી.એસ.એફ. મરીન તાલીમ કેન્દ્ર ખાતે ઇલેક્ટ્રિક કામગીરીનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો.

આ કામગીરીના બાકી નીકળતા બિલો મંજૂર કરવાના અવેજ પેટે આરોપી વિજયકુમાર મીના (મદદનીશ ઇજનેર, ઇલેક્ટ્રિક શાખા) એ ફરિયાદીના મિત્ર પાસે રૂા. 4,52,000/- ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીના મિત્ર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે જામનગર એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે આજે તારીખ 02/04/2026 ના રોજ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસ સ્થિત CPWDની કચેરીમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. આરોપીએ પોતાની ચેમ્બરમાં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી અને લાંચ મળી ગયા અંગે ફોન પર કબૂલાત પણ કરી હતી, જે દરમિયાન એ.સી.બી.ની ટીમે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.

એ.સી.બી. દ્વારા આરોપી પાસેથી લાંચની પૂરેપૂરી રકમ ₹4,52,000/- રિકવર કરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી એ.સી.બી. રાજકોટ એકમના ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. વિરાણી અને જામનગર એ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ ટ્રેપનું સુપરવિઝન મદદનીશ નિયામક જે.ડી. મેવાડા અને ઇન્ચાર્જ અધિકારી, બલદેવસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે એ.સી.બી. દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી જામનગર જિલ્લાના કોન્ટ્રાક્ટરો અને જાગૃત નાગરિકોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. આરોપી અધિકારી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.