April 2, 2026
ગુજરાત

જામનગરમાં પરિણીતાને તરછોડી પતિ ફરાર: ફોન પર ચારિત્ર્ય અંગે ગાળો ભાંડી ત્રાસ આપતા પતિ અને સાસુ સામે ફરિયાદ

06:15:00 PM
Save
Apr 2, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">જામનગરમાં પરિણીતાને તરછોડી પતિ ફરાર:</span> ફોન પર ચારિત્ર્ય અંગે ગાળો ભાંડી ત્રાસ આપતા પતિ અને સાસુ સામે ફરિયાદ</strong></p>

જામનગર શહેરમાં એક પરિણીતાને તેની માસૂમ પુત્રી સાથે એકલી મૂકીને પતિ જૂનાગઢ પોતાની માતા પાસે જતો રહ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પતિ અને સાસુ દ્વારા અવારનવાર ફોન પર પરિણીતાની ચાલચલગત પર શંકા કરી ગાળો ભાંડી માનસિક ત્રાસ આપવામાં આવતા, અંતે પીડિતાએ ન્યાય માટે પોલીસ મથકે ધા નાખી છે.

પત્ની સાથે મારઝૂડ કરી પતિ વતન જતો રહ્યો 

પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગર શહેરના ઢીંચડા રોડ પર સેનાનગર નજીક આવેલા ગ્રીન પાર્ક વિસ્તારમાં રહેતા 24 વર્ષીય માધુરીબેન બાલસના લગ્ન હસમુખભાઈ અરશીભાઈ બાલસ નામના યુવાન સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન આ દંપતીને એક પુત્રીની પ્રાપ્તિ થઈ હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આજથી આશરે 7 મહિના પહેલાં કોઈ કારણસર પતિ હસમુખભાઈએ પત્ની માધુરીબેન સાથે મારઝૂડ કરી હતી. ત્યારબાદ તે પોતાની પત્ની અને નાની પુત્રીને જામનગરમાં નોંધારા મૂકીને જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના વડાળા (ઘેડ) ગામમાં રહેતા તેના માતા ધીરીબેન અરશીભાઈ પાસે રહેવા માટે ચાલ્યો ગયો હતો.

મોબાઈલ પર ગાળો ભાંડી અપાતો માનસિક ત્રાસ 

પતિના ગયા પછી માધુરીબેન પોતાની પુત્રી સાથે એકલા જ રહેતા હતા. જોકે, આરોપ છે કે પતિ હસમુખભાઈ અને સાસુ ધીરીબેન તેમને શાંતિથી રહેવા દેતા ન હતા. બંને અવારનવાર માધુરીબેનના મોબાઈલ પર કોલ કરતા હતા અને તેણીની ચાલચલગત (ચારિત્ર્ય) અંગે બિભત્સ ગાળો ભાંડીને સતત માનસિક ત્રાસ આપતા હતા.

સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ 

પતિ અને સાસુના આ અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને અંતે માધુરીબેને કાયદાનું શરણું લીધું છે. તેમણે જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જઈને પતિ હસમુખભાઈ અને સાસુ ધીરીબેન વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પીડિતાની ફરિયાદના આધારે સિટી સી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા જૂનાગઢના વડાળા ગામે રહેતા આરોપી પતિ અને સાસુની ધરપકડ કરવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.