April 10, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

જામનગર વોર્ડ નંબર 12માં કાંટે કી ટક્કર: ગુજસીટોકના બે આરોપીઓ સામસામે, અસ્લમ ખીલજી બાદ હવે અલ્તાફ ખફીએ પણ પોલીસ જાપ્તામાં ફોર્મ ભર્યું

07:07:00 PM
Save
Apr 10, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>જામનગર વોર્ડ નંબર 12માં કાંટે કી ટક્કર: </strong></span>ગુજસીટોકના બે આરોપીઓ સામસામે, અસ્લમ ખીલજી બાદ હવે અલ્તાફ ખફીએ પણ પોલીસ જાપ્તામાં ફોર્મ ભર્યું</p>

જામનગર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં ભારે ઉત્સાહ અને વ્યૂહરચનાઓ જોવા મળી રહી છે. આજે ઉમેદવારી પત્રો ભરવાના મહત્વના દિવસે શહેરના 'ટોક ઓફ ધ ટાઉન' ગણાતા વોર્ડ નંબર 12 માં હાઈપ્રોફાઈલ ડ્રામા જોવા મળ્યો હતો. કોંગ્રેસ પક્ષના દિગ્ગજ ઉમેદવાર અલ્તાફ ખફીએ ખાસ પોલીસ જાપ્તા હેઠળ આવીને પોતાનું ફોર્મ સબમિટ કર્યું હતું. વોર્ડ નંબર 12 આ વખતે સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ગઈકાલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અસ્લમ ખીલજીએ પોલીસ પ્રોટેક્શનમાં ફોર્મ ભર્યું હતું, જેની પાછળ આજે કોંગ્રેસના અલ્તાફ ખફીએ પણ એ જ રીતે ઉમેદવારી નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે, આ બંને ઉમેદવારો સામે હાલમાં પોલીસ દ્વારા ગુજસીટોક હેઠળ કાર્યવાહી ચાલી રહી છે, જેને પગલે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અલ્તાફ ખફી જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા રહી ચૂક્યા છે અને વોર્ડ નંબર 12 માં મજબૂત લોકધારા ધરાવે છે. ગત ચૂંટણીમાં પણ તેમણે મોટી સરસાઈથી જીત મેળવી હતી. આ વખતે તેમની સીધી ટક્કર 'આપ' ના અસ્લમ ખીલજી સાથે થવાની શક્યતા છે, જે ચૂંટણી જંગને વધુ રસપ્રદ બનાવશે. રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા જામનગર મનપા માટે અગાઉ જાહેર કરાયેલા 16 ઉમેદવારોએ આજે તબક્કાવાર રીતે પોતાના ફોર્મ ભર્યા હતા.

જેમાં વોર્ડ નંબર 12 ના સહારાબેન મકવાણા અને અસ્લમ સોરા સહિતના આગેવાનોનો સમાવેશ થાય છે. કોંગ્રેસ પક્ષ આ વખતે જામનગર મહાનગરપાલિકામાં સત્તા પર આવવા માટે મજબૂત જીતનો દાવો કરી રહ્યો છે.ચૂંટણી પ્રક્રિયામાં વેગ લાવતા કોંગ્રેસ દ્વારા આવતીકાલે વધુ 41 ઉમેદવારોના ફોર્મ ભરવાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. બાકી રહેલા અંદાજે 5 ઉમેદવારો 11મી એપ્રિલ સુધીમાં પોતાની ઉમેદવારી નોંધાવશે. ઉમેદવારોના આ શક્તિપ્રદર્શનને જોતા જામનગરમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે