April 7, 2026
ગુજરાત

જામનગરના ધ્રોલમાં ફોર્ચ્યુનર કારમાંથી 1852 બોટલ દારૂની ઝડપાઈ, કુલ 20 લાખનો મુદ્દામાલ જપ્ત

06:55:00 PM
Save
Apr 6, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">જામનગરના ધ્રોલમાં ફોર્ચ્યુનર કારમાંથી 1852 બોટલ દારૂની ઝડપાઈ,</span> કુલ 20 લાખનો મુદ્દામાલ જપ્ત</strong></p>

જામનગર જિલ્લા પોલીસે પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ધ્રોલ તાલુકાના ખાખરા ગામ પાસે લક્ઝરી ફોર્ચ્યુનર કારમાં લઈ જવાતો 1852 બોટલ દારૂ પકડાયો છે, જ્યારે જામનગર શહેરમાં પણ બે સ્થળોએ કાર્યવાહી કરી લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે કુલ 13 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખાખરા-જીવાપર રોડ પર ફોર્ચ્યુનર કારમાં દારૂની હેરાફેરી

ધ્રોલ તાલુકાના ખાખરાથી જીવાપર જવાના માર્ગ પર પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીની સૂચનાથી પીઆઈ એચ. વી. રાઠોડ અને પીએસઆઈ એમ. એમ. કુંભારવાડિયાની ટીમે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ફોર્ચ્યુનર કાર (GJ27 DB 0007) ને અટકાવી તલાશી લેતા તેમાંથી 1852 નંગ ઇંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. જેની કિંમત 2,77,800 અંકાય છે. પોલીસે ઘટનાસ્થળેથી રાજકોટના ડ્રાઈવર ઘનશ્યામગીરી ઉર્ફે ધુળો જગદિશગીરી ગોસાઈ (ઉ.વ. 40) ની ધરપકડ કરી છે.

18.22 લાખનો મુદ્દામાલ અને 7 શખ્સો ફરાર

આ દરોડામાં પોલીસે 15,00,000 ની કિંમતની કાર અને 45,000 ના બે મોબાઈલ ફોન સહિત કુલ 18,22,800 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા શખ્સની પૂછપરછમાં રાજકોટના પૃથ્વીરાજસિંહ ધાંધલ અને ખાખરા ગામના અન્ય 6 શખ્સો (યશપાલસિંહ, મહેન્દ્રસિંહ, સિદ્ધરાજસિંહ, જયપાલસિંહ, અરવિંદસિંહ અને શાંતુભા જાડેજા) ના નામ ખુલ્યા છે. આ તમામ શખ્સો પોલીસને જોઈને નાસી છૂટ્યા હતા, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગર શહેરમાં મકાન અને બાઈક પરથી દરોડા

શહેરના ભીમવાસ શેરી નંબર 3 માં પીએસઆઈ ડી. જી. રાજની ટીમે મહેમુદ સિદિક દલના મકાનમાં દરોડો પાડી 35,500 ની કિંમતની 71 બોટલ દારૂ ઝડપી પાડ્યો હતો. આ કેસમાં મહેમુદ અને ઇકબાલ દલ ફરાર થઈ ગયા છે. અન્ય એક કાર્યવાહીમાં આઈટીઆઈ ગેટ પાસેથી પસાર થતા બાઈક સવાર અમિત નરશી સોલંકીને અટકાવી તેની પાસેથી 6 બોટલ દારૂ કિંમત 17,800 જપ્ત કરાયો હતો. પોલીસે અહીં 1,20,000 ની કિંમતની બે બાઈક સહિત કુલ 1,37,800 નો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે કુશલ સોલંકી અને અન્ય એક શખ્સ નાસી છૂટ્યા છે.