April 7, 2026
બોલિવૂડ

'સ્ક્રીન પર જે કરું એ પ્રોફેશનલ છે, રિયલ લાઈફમાં નહીં', અભદ્ર એંગલથી ફોટોગ્રાફી સામે અભિનેત્રીએ વ્યક્ત કર્યો ભારે રોષ!

10:14:00 AM
Save
Apr 6, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>'સ્ક્રીન પર જે કરું એ પ્રોફેશનલ છે, રિયલ લાઈફમાં નહીં',</strong></span> અભદ્ર એંગલથી ફોટોગ્રાફી સામે અભિનેત્રીએ વ્યક્ત કર્યો ભારે રોષ!</p>

બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરે પાપારાઝીઓ દ્વારા કરવામાં આવતી અભદ્ર ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી સામે આકરો વિરોધ નોંધાવ્યો છે. સોશિયલ મીડિયા પર વ્યૂઝ મેળવવા માટે અભિનેત્રીઓના શરીરના ચોક્કસ ભાગોને ઝૂમ કરીને પીરસવામાં આવતા કન્ટેન્ટને જાહ્નવીએ અત્યંત ગેરવ્યાજબી અને મર્યાદા બહારનું ગણાવ્યું છે. તેણે તાજેતરમાં જ એક પાપારાઝીને રૂબરૂ મળીને આ બાબતે પોતાની ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. જાહ્નવીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ફિલ્મોમાં વાર્તાની જરૂરિયાત મુજબ જો તે ભીની સાડી પહેરીને કે ઉત્તેજક હાવભાવ સાથે શૂટિંગ કરે, તો તે તેની પ્રોફેશનલ પસંદગી અને મરજી હોય છે.

પરંતુ, રિયલ લાઈફમાં પાપારાઝીઓ દ્વારા ગુપ્ત રીતે અથવા ખરાબ એંગલથી ફોટા પાડીને તેને સોશિયલ મીડિયા પર અશ્લીલ રીતે વાયરલ કરવામાં આવે છે, તેમાં તેમની કોઈ સહમતિ હોતી નથી. અભિનેત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, પાપારાઝી કલ્ચરમાં હવે મર્યાદાઓ ઓળંગાઈ રહી છે. ઘણીવાર એરપોર્ટ કે જીમની બહાર અભિનેત્રીઓના ફોટા લેતી વખતે કેમેરાના એંગલ જાણી જોઈને એવા રાખવામાં આવે છે જે જોવામાં અત્યંત અભદ્ર લાગે છે. ત્યારબાદ આ વીડિયોને એડિટ કરીને કે ઝૂમ કરીને પોસ્ટ કરવામાં આવે છે, જે કોઈપણ સ્ત્રી માટે અપમાનજનક બાબત છે.

ઉલ્લેખનીય છે કે, માત્ર જાહ્નવી જ નહીં પરંતુ અગાઉ નોરા ફતેહી, ઋકમણી વસંતી અને સપ્તમી ગૌડા જેવી અનેક અભિનેત્રીઓ પણ આ પ્રકારના પાપારાઝી કલ્ચરનો જાહેરમાં વિરોધ કરી ચૂકી છે. આ કલાકારોનું માનવું છે કે મીડિયામાં દેખાવું એ તેમના કામનો ભાગ છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેમની પ્રાઈવસી અને ગરિમાનું હનન કરવામાં આવે. આ વિવાદમાં માત્ર અભિનેત્રીઓ જ નહીં, પણ અભિનેતા સની દેઓલે પણ ભૂતકાળમાં રોષ વ્યક્ત કર્યો હતો. આમ, બોલિવૂડમાં હવે પાપારાઝીઓના નૈતિક વર્તન અંગે ફરી એકવાર મોટી ચર્ચા જાગી છે.