April 1, 2026
ક્રાઈમ

જેતપુરમાં હેવાનીયતની હદ વટાવી: લિફ્ટ આપવાના બહાને મહિલા પર દુષ્કર્મ, તપાસ કરવા આવેલા પતિ પર પણ પાઈપથી હુમલો

05:12:00 PM
Save
Mar 25, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>જેતપુરમાં હેવાનીયતની હદ વટાવી: </strong></span>લિફ્ટ આપવાના બહાને મહિલા પર દુષ્કર્મ, તપાસ કરવા આવેલા પતિ પર પણ પાઈપથી હુમલો</p>

રાજકોટથી પરત ફરી રહેલી એક મહિલા સાથે લિફ્ટ આપવાના બહાને છેતરપિંડી કરી દુષ્કર્મ આચરવાની અને ત્યારબાદ તેના પરિવાર પર હુમલો કરવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ કિસ્સામાં પોલીસે મુખ્ય આરોપી સહિત કુલ 4 વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર જેતપુર પંથકમાં ભારે રોષ અને ખળભળાટ મચી ગયો છે. મૂળ ગીર સોમનાથની વતની અને રાજકોટમાં બ્યૂટી પાર્લરની તાલીમ લેતી મહિલા પોતાના વતન પરત ફરી રહી હતી ત્યારે જેતપુર બસ સ્ટેન્ડ પાસે ઉતરી હતી.

આ સમયે મોસીન ઉર્ફે બાદશાહ (રહે. નવાગઢ) નામના શખ્સે પોતે જૂનાગઢ જતો હોવાનું કહી મહિલાને એક્ટિવા પર બેસાડી હતી, વિશ્વાસમાં લીધા બાદ આ નરાધમ તેને એક નિર્જન સ્થળે લઈ ગયો હતો અને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.પત્ની સાથે થયેલી આ બર્બર ઘટનાની જાણ થતાં, તેનો પતિ અને સાળો જેતપુરના નવાગઢ વિસ્તારમાં તપાસ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર મહિલા અને તેના સાગરીતોએ ઉશ્કેરાઈ જઈ પીડિતાના પતિ પર હુમલો કરી દીધો હતો.

પીડિતાના પતિ પર લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો, આ હુમલામાં યુવાનને ડાબા હાથ અને જમણા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના હાથમાં ટાંકા લેવા પડ્યા હતા, પોલીસે ગુનાના ગંભીરતાને ધ્યાને લઈને આગળની તપાસ તેજ કરી છે. રાજકોટથી વતન જતી નિર્દોષ મહિલા સાથે થયેલું આ કૃત્ય અને ત્યારબાદ તેના પરિવાર પર થયેલા હુમલાએ મહિલા સુરક્ષાના દાવાઓ પર સવાલ ઉઠાવ્યા છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાક્રમનું પંચનામું કરી કાયદાકીય પાસાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે.