April 11, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

ગિરનારની ગોદમાં કેસરીયો લહેરાવવા ભાજપ સજ્જ : જૂનાગઢ જિલ્લા અને તાલુકા પંચાયતો માટે ભાજપનું લિસ્ટ આઉટ, બાંટવા પેટાચૂંટણી પર પણ મહોર... 

09:59:00 AM
Save
Apr 11, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ગિરનારની ગોદમાં કેસરીયો લહેરાવવા ભાજપ સજ્જ : </strong></span>જૂનાગઢ જિલ્લા અને તાલુકા પંચાયતો માટે ભાજપનું લિસ્ટ આઉટ, <strong>બાંટવા પેટાચૂંટણી પર પણ મહોર... </strong></p>

ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે ગઈકાલે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પ્રદેશ ચૂંટણી સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. રાજ્યના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં કલાકો સુધી ચાલેલા મંથન અને રણનીતિ બાદ આખરે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપના ઉમેદવારોના નામો પર અંતિમ મહોર મારવામાં આવી છે. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ જૂનાગઢ જિલ્લામાં ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે, જ્યાં જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકો માટે સક્ષમ ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ યાદી જાહેર થતાની સાથે જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જીતના વિશ્વાસ સાથે પ્રચારના શ્રીગણેશ કરી દેવાયા છે.

ચૂંટણીના આ મહાકુંભમાં માત્ર જિલ્લા પંચાયત જ નહીં, પરંતુ તાલુકા પંચાયતોમાં પણ ભાજપે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ, વંથલી, માણાવદર, જૂનાગઢ ગ્રામ્ય, મેંદરડા, વિસાવદર, ભેંસાણ, માંગરોળ અને માળીયા હાટીના જેવી મહત્વની તાલુકા પંચાયતો માટે પણ ઉમેદવારો નક્કી કરી લેવાયા છે. આ ઉપરાંત કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને બાંટવા નગરપાલિકાની પેટા ચૂંટણી માટે પણ ભાજપે પોતાના મજબૂત મોરચા તૈયાર કર્યા છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીઓમાં વિકાસના મુદ્દે જનતા સમક્ષ જવા માટે 'કમલમ' ખાતેથી મળેલી આ લીલી ઝંડી બાદ હવે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા સાથે જ પ્રચાર યુદ્ધ વધુ આક્રમક બનશે તે નક્કી છે. 

જુઓ સંપૂર્ણ યાદી.... 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14