April 1, 2026
ધર્મ દર્શન

ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ! મહાઅષ્ટમીએ કન્યા પૂજન કરતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન, જાણો પૂરી વિધિ અને સમય... 

11:48:00 AM
Save
Mar 25, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ! </strong></span>મહાઅષ્ટમીએ કન્યા પૂજન કરતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન, જાણો પૂરી વિધિ અને સમય... </p>

ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસો હવે તેની પૂર્ણાહુતિ તરફ વધી રહ્યા છે ત્યારે ભક્તોમાં મહાઅષ્ટમીના પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રિની મહાઅષ્ટમી 26 માર્ચ, ગુરુવારના રોજ ઉજવવામાં આવશે, જે દિવસે જગતજનની માં દુર્ગાના આઠમાં સ્વરૂપ મહાગૌરીની પૂજા અર્ચના સાથે કન્યા પૂજનનું વિશેષ મહત્વ રહેલું છે. હિંદુ પંચાંગની ગણતરી મુજબ, અષ્ટમી તિથિની શરૂઆત 25 માર્ચના રોજ બપોરે 1 વાગ્યાને 50 મિનિટથી થઈ જશે, પરંતુ ઉદયા તિથિના શાસ્ત્રોક્ત નિયમ અનુસાર મહાઅષ્ટમીનું વ્રત અને પૂજન 26 માર્ચના રોજ જ માન્ય ગણાશે. નવરાત્રિના નવ દિવસના તપ અને ઉપવાસની પૂર્ણાહુતિ કન્યા પૂજન વગર અધૂરી માનવામાં આવે છે, કારણ કે નાની બાળાઓને સાક્ષાત દેવીનું સ્વરૂપ માની તેમની પૂજા કરવાથી ભક્તો પર માતાજીની અસીમ કૃપા વરસે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

આ વર્ષે મહાઅષ્ટમી પર કન્યા પૂજન માટે ત્રણ અતિ શુભ અને વિશિષ્ટ મુહૂર્ત બની રહ્યા છે, જે ભક્તો માટે આશીર્વાદ સમાન સાબિત થશે. પ્રથમ શુભ મુહૂર્ત વહેલી સવારે 6 વાગ્યાને 16 મિનિટથી શરૂ થઈને સવારે 7 વાગ્યાને 48 મિનિટ સુધી રહેશે, જે સૂર્યોદયના સમયે દેવી સાધના માટે સર્વોત્તમ છે. ત્યારબાદ બીજો શ્રેષ્ઠ સમય સવારે 10 વાગ્યાને 56 મિનિટથી બપોરે 2 વાગ્યાને 01 મિનિટ સુધીનો રહેશે, જેમાં ભક્તો પોતાની અનુકૂળતા મુજબ પૂજન કરી શકશે. આ ઉપરાંત, જેઓ મધ્યાહન કાળમાં પૂજા કરવા ઈચ્છતા હોય તેમના માટે બપોરે 12 વાગ્યાને 02 મિનિટથી 12 વાગ્યાને 53 મિનિટ વચ્ચેનો 'અભિજિત મુહૂર્ત' પણ અત્યંત ફળદાયી માનવામાં આવે છે. આ નિર્ધારિત સમયગાળામાં કરેલું પૂજન અને દાન-પુણ્ય અક્ષય ફળ આપનારું ગણાય છે.

કન્યા પૂજનની વિધિ વિશે વાત કરીએ તો, શાસ્ત્રો અનુસાર અષ્ટમીના એક દિવસ પૂર્વે જ નાની કન્યાઓને આદરપૂર્વક આમંત્રણ આપવું જોઈએ. પૂજનના દિવસે જ્યારે નવ કન્યાઓ અને તેમની સાથે એક નાનો બાળક (બટુક ભૈરવનું સ્વરૂપ) ઘરે પધારે ત્યારે ફૂલોથી તેમનું સ્વાગત કરી, શુદ્ધ જળથી તેમના ચરણ પખાળવા જોઈએ. ત્યારબાદ તેમને સ્વચ્છ આસન પર બેસાડી કપાળ પર કુમકુમ-અક્ષતનો તિલક કરી મા દુર્ગાના મંત્રોચ્ચાર સાથે આરતી ઉતારવી જોઈએ. ભોજનમાં ખાસ કરીને માતાજીનો પ્રિય પ્રસાદ એવા હલવો, પૂરી અને ચણા પીરસવા જોઈએ. ભોજન બાદ કન્યાઓને શક્તિ મુજબ દક્ષિણારૂપે સિક્કા, વસ્ત્ર કે અન્ય ભેટ આપી તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવાથી જીવનના તમામ સંકટો દૂર થાય છે અને પરિવારમાં મંગલકારી વાતાવરણ સર્જાય છે.