ટ્રોલિંગથી પરેશાન કાર્તિક આર્યનની હીરોઈન, એક્ટિંગ છોડવાના હતા આરે – રડતી હતી શ્રીલીલા
સાઉથ સુપરસ્ટાર પવન કલ્યાણની મોટી બજેટ ફિલ્મ ‘ઉસ્તાદ ભગત સિંહ’ હાલમાં બોક્સ ઓફિસ પર ‘ધુરંધર 2’ સાથે જોરદાર ટક્કર લઈ રહી છે. આ ફિલ્મમાં લીડિંગ લેડીઝ તરીકે રાશિ ખન્ના અને શ્રીલીલા નજરે પડી છે. બંને અભિનેત્રીઓ ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી કામ કરી રહી છે અને બોલિવુડમાં પણ પોતાની કિસ્મત અજમાવી ચૂકી છે. તાજેતરમાં ફિલ્મના પ્રમોશન દરમિયાન બંનેએ એન્કર સમુ સાથે વાત કરતાં કરિયરના મુશ્કેલ સમય અને સોશિયલ મીડિયા ટ્રોલિંગ વિશે ખુલાસો કર્યો છે.
શું મારે સ્કૂલ કે કોલેજ પાછા જવું જોઈએ?
શ્રીલીલાએ જણાવ્યું કે એક સમય એવો હતો જ્યારે ઓનલાઇન ટ્રોલિંગના કારણે તેઓ એક્ટિંગ છોડવાના આરે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું, “જ્યારે મેં આ ઇન્ડસ્ટ્રીમાં શરૂઆત કરી ત્યારે હા, ખૂબ ડર લાગતો હતો. મને ખૂબ ખરાબ લાગતું હતું. હું રડતી હતી. મેં મારી મમ્મીને કહ્યું હતું કે મને લાગે છે હું આ નહીં કરી શકું. શું મારે સ્કૂલ કે કોલેજ પાછા જવું જોઈએ? હું ખૂબ સેન્સિટિવ હતી. પરંતુ હવે હું આનાથી ઇમ્યુન થઈ ગઈ છું.”
હવે મને પણ થોડું લાગે છે કારણ કે ટ્રોલિંગ ખૂબ ઇન્ટેન્સ થઈ ગઈ છે
રાશિ ખન્નાએ પણ સમર્થન આપતાં કહ્યું, “હવે મને પણ થોડું લાગે છે કારણ કે ટ્રોલિંગ ખૂબ ઇન્ટેન્સ થઈ ગઈ છે. લોકો વિના સત્ય જાણ્યે જજમેન્ટ પાસ કરી દે છે અને મને તેનાથી સમસ્યા છે. આટલા વર્ષોમાં જે કેરેક્ટર મેં બનાવ્યા છે, મને બસ તેનો ડર છે કે…”
લોકો બસ ક્લિકબેટ માટે કંઈ પણ લખી દે છે
શ્રીલીલાએ વધુમાં કહ્યું કે આજની ઓડિયન્સ વધુ સમજદાર છે. “મને લાગે છે કે આજના લોકો પોતાની બુદ્ધિ રાખે છે. તેથી જ્યારે તેઓ નેગેટિવિટી જુએ છે તો થોડું વિચારે છે.” રાશિ ખન્નાએ તેમની વાતને સપોર્ટ કરતાં કહ્યું, “લોકો બસ ક્લિકબેટ માટે કંઈ પણ લખી દે છે.”
‘ફર્ઝી’ વેબ સિરીઝના સીઝન 2માં જોવા મળશે
2019માં ડેબ્યુ કરેલી શ્રીલીલાએ તાજેતરમાં MBBSની ડિગ્રી પૂર્ણ કરી છે. જલ્દી જ તેમને એક્ટર ધનુષની આગામી ફિલ્મમાં જોવા મળશે. આ ઉપરાંત તેઓ ડાયરેક્ટર અનુરાગ બસુની આગામી મ્યુઝિકલ ડ્રામા ફિલ્મમાં બોલિવુડ ડેબ્યુ કરશે, જેમાં હીરો તરીકે કાર્તિક આર્યન છે. બીજી તરફ રાશિ ખન્નાને શાહિદ કપૂર સાથે ‘ફર્ઝી’ વેબ સિરીઝના સીઝન 2માં જોવા મળશે.બંને અભિનેત્રીઓની આ વાતોએ ઇન્ડસ્ટ્રીમાં સોશિયલ મીડિયા ટ્રોલિંગની વધતી સમસ્યા પર ફરી ચર્ચા શરૂ કરી દીધી છે.