April 3, 2026
ધર્મ દર્શન

ભોલેનાથના ભક્તો માટે ગુડન્યુઝ: કેદારનાથ જવા માંગો છો હેલિકોપ્ટરમાં? જાણો ક્યાંથી અને કેવી રીતે કરશો ઓનલાઇન બુકિંગ

11:03:00 AM
Save
Apr 3, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ભોલેનાથના ભક્તો માટે ગુડન્યુઝ:</strong></span> કેદારનાથ જવા માંગો છો હેલિકોપ્ટરમાં? જાણો ક્યાંથી અને કેવી રીતે કરશો ઓનલાઇન બુકિંગ</p>

ચારધામ યાત્રા 2026 હેઠળ કેદારનાથ ધામ જનારા શ્રદ્ધાળુઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે ચારધામ યાત્રાનો વિધિવત પ્રારંભ 19 એપ્રિલથી યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ ખોલવાની સાથે થશે. કેદારનાથ મંદિરના કપાટ 22 એપ્રિલના રોજ ખોલવામાં આવશે, જેના એક દિવસ અગાઉ એટલે કે 21 એપ્રિલથી હેલિકોપ્ટર સેવાઓ ભક્તો માટે શરૂ કરી દેવામાં આવશે. આ સુવિધા ખાસ કરીને વૃદ્ધો અને અસ્વસ્થ યાત્રિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળએ આ વર્ષની કામગીરી માટે સત્તાવાર તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. 2026ની યાત્રા માટે એક નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં અનેક ઓપરેટરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રક્રિયાના અંતે કુલ 8 હેલિકોપ્ટર ઓપરેટરોની પસંદગી કરવામાં આવી છે, જેઓ ગુપ્તકાશી, ફાટા અને સિરસી એમ ત્રણ મુખ્ય રૂટ પરથી પોતાની સેવાઓ આપશે. યાત્રાળુઓની સુવિધા માટે આ વર્ષે રૂટ મુજબ ઓપરેટરોની વહેંચણી કરવામાં આવી છે. જે મુજબ, બે ઓપરેટરો ગુપ્તકાશીથી, ચાર ઓપરેટરો ફાટાથી અને બે ઓપરેટરો સિરસીથી હેલિકોપ્ટર સેવાઓનું સંચાલન કરશે. આ વ્યવસ્થાને કારણે ભીડનું વ્યવસ્થિત સંચાલન થઈ શકશે અને મુસાફરોને લાંબો સમય રાહ જોવી પડશે નહીં. વહીવટીતંત્રે સુરક્ષાના તમામ માપદંડો ચકાસી લીધા છે. ભાડાની વાત કરીએ તો, સત્તામંડળ દ્વારા આ વર્ષ માટે નવા દરો નક્કી કરવામાં આવ્યા છે.

ગુપ્તકાશીથી કેદારનાથનું ભાડું પ્રતિ વ્યક્તિ ₹6,077, ફાટાથી ₹4,840 અને સિરસીથી ₹3,043 નક્કી કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ ભાડામાં GST અને અન્ય સુવિધા ફીનો સમાવેશ થતો નથી, જે બુકિંગ સમયે અલગથી ચૂકવવાની રહેશે. ગત વર્ષની સરખામણીમાં સિરસીથી ભાડામાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે, જે પ્રવાસીઓ માટે રાહતની વાત છે. ગત વર્ષના આંકડાઓ સાથે તુલના કરતા માલૂમ પડે છે કે, ગુપ્તકાશીથી આવવા-જવાનું ભાડું અગાઉ ₹12,444 હતું, જેમાં આ વખતે ₹290નો ઘટાડો થયો છે. જોકે, ફાટા રૂટ પર ભાડામાં ₹838નો વધારો જોવા મળ્યો છે. 

 કેવી રીતે બૂક કરવું?

શ્રદ્ધાળુઓને માત્ર સત્તાવાર IRCTC હેલી યાત્રા પોર્ટલ heliyatra.irctc.co.in પરથી જ ટિકિટ બુક કરવાની સલાહ આપવામાં આવી છે. આ પોર્ટલ ટૂંક સમયમાં બુકિંગ માટે ખુલ્લું મુકાશે. કોઈપણ સોશિયલ મીડિયા લિંક કે અજાણ્યા એજન્ટો દ્વારા બુકિંગ ન કરવા વિનંતી કરવામાં આવી છે જેથી સાયબર ફ્રોડથી બચી શકાય.