April 7, 2026
ગુજરાત

ખરેડા ગામ પાસે મોટી દુર્ઘટના : મહીસાગર નદીમાં ડૂબી જવાથી બે આશાસ્પદ યુવાનોના મોત... 

08:52:00 AM
Save
Apr 6, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ખરેડા ગામ પાસે મોટી દુર્ઘટના : </strong></span>મહીસાગર નદીમાં ડૂબી જવાથી બે આશાસ્પદ યુવાનોના મોત... </p>

આણંદ જિલ્લાના ખરેડા ગામ પાસે વહેતી મહીસાગર નદીમાં ગતરોજ રવિવારની રજાનો આનંદ માણવા ગયેલા ચાર મિત્રો માટે પળભરની મજા કાયમી સજામાં ફેરવાઈ ગઈ હતી. રવિવાર, 5  એપ્રિલના રોજ આણંદની વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ નદીના કિનારે નહાવા માટે ગયા હતા. મહીસાગરના શાંત દેખાતા પાણીમાં આ યુવાનો જ્યારે નહાવા પડ્યા, ત્યારે તેમને પાણીના ઊંડાણ અને પ્રવાહના વેગનો સહેજ પણ અંદાજ રહ્યો ન હતો. જોતજોતામાં ચારેય યુવાનો પાણીના પ્રવાહમાં ખેંચાવા લાગ્યા હતા અને ડૂબવા લાગ્યા હતા. ચીસાચીસ થતા આસપાસના લોકોનું ધ્યાન ખેંચાયું હતું અને સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ, મૃતક યુવાનો આણંદની વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે. 

ઘટનાની જાણ થતા જ ખરેડા ગામના સાહસિક તરવૈયાઓએ જીવના જોખમે નદીમાં ઝંપલાવ્યું હતું. ભારે જહેમત અને સમયસૂચકતાને કારણે તરવૈયાઓ બે યુવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યા હતા, જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો. જોકે, અન્ય બે યુવાનો પાણીના વેગમાં ગરકાવ થઈ ગયા હતા અને જોતજોતામાં નજરથી ઓઝલ થઈ ગયા હતા. આ અકસ્માતને પગલે કિનારા પર હાજર લોકોમાં ભારે ગભરાટ અને અરેરાટી ફેલાઈ ગઈ હતી. સ્થાનિક પોલીસ અને તંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવતા બચાવ કામગીરી તેજ કરવામાં આવી હતી.

લાંબી શોધખોળ અને કલાકોની જહેમત બાદ અંતે ડૂબી ગયેલા બંને યુવાનોના નિપ્રાણ દેહ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃત્યુ પામેલા બંને યુવાનો આણંદની પ્રતિષ્ઠિત વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓ હતા. રજાના દિવસે પિકનિક મનાવવા આવેલા આ આશાસ્પદ યુવાનોના અકાળે અવસાનથી કોલેજ કેમ્પસ અને તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર નદીમાં અજાણ્યા સ્થળોએ નહાવા પડતા પહેલા રાખવી પડતી સાવચેતી અને જોખમ સામે લાલબત્તી ધરી છે. હાલમાં પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.