April 2, 2026
ક્રાઈમ

ખેડા-અમદાવાદ હાઈવે રક્તરંજિત: વડાલા પાસે ટેમ્પોની અડફેટે બાઈક સવાર પરિવારનો માળો વિખેરાયો

04:28:00 PM
Save
Mar 29, 2026
Share :
<p>ખેડા-અમદાવાદ હાઈવે રક્તરંજિત:<span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"> <strong>વડાલા પાસે ટેમ્પોની અડફેટે બાઈક સવાર પરિવારનો માળો વિખેરાયો</strong></span></p>

ખેડા-અમદાવાદ હાઈવે પર આજે એક અત્યંત ગમખ્વાર અને હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. વડાલા નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટેમ્પોએ બાઈક સવાર પરિવારને અડફેટે લેતા પિતા અને તેમના બે માસૂમ પુત્રોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે, મળતી માહિતી મુજબ, આજે 29 માર્ચના રોજ એક પરિવાર બાઈક પર સવાર થઈને ખેડા-અમદાવાદ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો.

વડાલા ગામની સીમ નજીક પહોંચતા જ સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા ટેમ્પો ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે બાઈક પર સવાર પિતા અને તેમના બે પુત્રો ફંગોળાયા હતા અને ગંભીર ઈજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.આ અકસ્માતમાં પિતાની સાથે તેમના બે માસૂમ પુત્રોએ પણ જીવ ગુમાવતા હાઈવે પર કરુણ દ્રશ્યો સર્જાયા હતા. આ દુર્ઘટનાને પગલે પરિવારનો માળો વિખેરાઈ ગયો છે અને સગા-સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

હાઈવે પર દોડી આવેલા રાહદારીઓ પણ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર સતત વધતા જતા અકસ્માતો અને બેફામ દોડતા વાહનોને કારણે વધુ એક હસતો-રમતો પરિવાર વિખેરાઈ ગયો છે, જે ચિંતાનો વિષય બન્યો છે.