April 1, 2026
ગુજરાત

ઊત્તર ગુજરાતના મુસાફરો માટે ખુશખબર: અસારવા-ખેડબ્રહ્મા રૂટ પર રેલવેનું સફળ પરીક્ષણ, હવે નિયમિત ટ્રેન શરૂ થશે

01:04:00 PM
Save
Mar 25, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ઊત્તર ગુજરાતના મુસાફરો માટે ખુશખબર: </strong></span>અસારવા-ખેડબ્રહ્મા રૂટ પર રેલવેનું સફળ પરીક્ષણ, હવે નિયમિત ટ્રેન શરૂ થશે</p>

ઉત્તર ગુજરાતના રેલવે મુસાફરો અને લાખો શ્રદ્ધાળુઓ માટે મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. પ્રસિદ્ધ યાત્રાધામ 'નાના અંબાજી' તરીકે ઓળખાતા ખેડબ્રહ્માથી અમદાવાદના અસારવા સુધી વાયા હિંમતનગર નવી ઈલેક્ટ્રિક રેલવે સેવા શરૂ કરવાની તૈયારીઓ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. રેલવે વિભાગ દ્વારા આ મહત્વકાંક્ષી રૂટ પર ઈન્સ્પેક્શન ટ્રેન અને એન્જિન સાથેનું સફળ ટ્રાયલ રન પૂર્ણ કરવામાં આવ્યું છે.

હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેના જૂના મીટરગેજ ટ્રેકને આધુનિક ઈલેક્ટ્રિક બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાની કામગીરી પૂર્ણ થયા બાદ, હવે આ પાટા પર ટ્રેન દોડાવવા માટેનું પરીક્ષણ તેજ કરવામાં આવ્યું છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓએ સીઆરએસ નિરીક્ષણ બાદ હવે ફાઈનલ ટ્રાયલ રન ઈન્સ્પેક્શન કર્યું છે. આ સફળ પરીક્ષણ બાદ હવે માત્ર સત્તાવાર લીલી ઝંડીની જ રાહ જોવાઈ રહી છે. સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાએ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને કરેલી રજૂઆતો બાદ આ પ્રોજેક્ટની ગતિમાં મોટો ઉછાળો આવ્યો છે.

સાંસદની સક્રિયતા અને સતત ફોલોઅપને કારણે એવી પ્રબળ સંભાવના છે કે એપ્રિલ 2026 સુધીમાં ખેડબ્રહ્મા-અસારવા ટ્રેન સેવા જનતા માટે કાર્યરત થઈ જશે.આ નવી સુવિધાને કારણે ખેડબ્રહ્માથી અમદાવાદ પહોંચવું ઘણું સરળ, સસ્તું અને ઝડપી બનશે.આ રેલવે લાઈન શરૂ થવાથી સૌથી મોટો ફાયદો ભાદરવી પૂર્ણિમાના મેળામાં જતા લાખો પદયાત્રીઓ અને દર્શનાર્થીઓને થશે. ખેડબ્રહ્મા સ્થિત અંબિકા માતાજીના (નાના અંબાજી) દર્શને આવતા ભક્તો માટે આ ટ્રેન આશીર્વાદ સમાન સાબિત થશે.

આ ટ્રાયલ રનનો સકારાત્મક રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ સબમિટ થયા બાદ ટૂંક સમયમાં જ નવી ટ્રેન સેવાના સમયપત્રકની સત્તાવાર જાહેરાત રેલવે તંત્ર દ્વારા કરવામાં આવશે. વર્ષોથી ખેડબ્રહ્મા અને હિંમતનગરના રહીશોની આ ટ્રેન સેવા માટેની માંગ હવે સંતોષાવા જઈ રહી છે. રેલવેના આ પ્રોજેક્ટથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના લોકોને અમદાવાદ સાથે સીધું જોડાણ મળશે. એપ્રિલ મહિનામાં ટ્રેનના પ્રારંભની જાહેરાત થતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં હર્ષની હેલી જોવા મળી રહી છે.