April 10, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

કચ્છના વિકાસની કમાન સોંપવા ભાજપ તૈયાર : જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારો નામ જાહેર... 

05:47:00 PM
Save
Apr 10, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>કચ્છના વિકાસની કમાન સોંપવા ભાજપ તૈયાર : </strong></span>જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારો નામ જાહેર... </p>

ગાંધીનગર ખાતે આજે રાજ્યના રાજકારણમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી, જ્યાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના સીધા માર્ગદર્શન હેઠળ પ્રદેશ ચૂંટણી સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને કચ્છ જિલ્લા પંચાયત અને તેના અંતર્ગત આવતા વિવિધ તાલુકાઓ માટેના ઉમેદવારોના નામો પર લાંબી ચર્ચા-વિચારણાના અંતે આખરી મહોર મારવામાં આવી છે. કચ્છના ભૌગોલિક વિસ્તાર અને રાજકીય મહત્વને જોતા આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અત્યંત સૂચક માનવામાં આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને અંજાર, માંડવી, નખત્રાણા, અબડાસા, રાપર, મુંદ્રા અને લખપત જેવા મહત્વના તાલુકાઓના પ્રતિનિધિત્વ અંગે ઝીણવટભરી ચર્ચા કરીને સક્ષમ ચહેરાઓની પસંદગી કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

આ જાહેરાત સાથે જ કચ્છના સ્થાનિક રાજકારણમાં વ્યુહરચનાઓનો નવો દોર શરૂ થયો છે. જિલ્લા પંચાયતની સાથોસાથ માંડવી, ભુજ, અંજાર તેમજ મુંદ્રા-બારોઈ અને નખત્રાણા જેવી નગરપાલિકાઓ માટે પણ પક્ષ દ્વારા ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રદેશ નેતૃત્વએ જે રીતે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે પક્ષ સત્તા જાળવી રાખવા માટે કોઈ કચાશ રાખવા માંગતું નથી. જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારોના નામોની પસંદગીમાં પક્ષ પ્રત્યેની વફાદારી અને જનતામાં તેમની લોકપ્રિયતાને પ્રાધાન્ય આપ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હવે જ્યારે સત્તાવાર રીતે નામોની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે કચ્છના રણથી લઈને દરિયાકાંઠાના વિસ્તારો સુધી ચૂંટણી પ્રચારનો પારો ગરમાશે અને રાજકીય ગતિવિધિઓ તેજ બનશે તે નક્કી છે.

વોર્ડ 6 પૂર્વ કારોબારી ચેરમેન જલધિ વ્યાસ, વોર્ડ 8 મનીષાબેન સોલંકી અને મનુભા જાડેજા, વોર્ડ 11 બિંદીયા ઠક્કર, કમલ ગઢવી અને ધર્મેશ જોષીને રિપીટ ટિકિટ આપવામાં આવી છે. 

જુઓ કચ્છ જિલ્લા પંચાયત, તાલુકાપંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની સંપૂર્ણ યાદી... 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20