April 11, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

કચ્છ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા... 

06:46:00 PM
Save
Apr 11, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>કચ્છ : </strong></span>સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા... </p>

કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે ખરાખરીના તબક્કે પહોંચ્યો છે. વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની જાહેરાત બાદ હવે ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. કચ્છની ભૌગોલિક અને રાજકીય સ્થિતિને જોતા આ ચૂંટણી અત્યંત મહત્વની મનાઈ રહી છે. ગાંધીધામ મહાનગરપાલિકા સહિત પાંચ અન્ય નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતની 38 બેઠકો અને 9 તાલુકા પંચાયતોની કુલ 448 બેઠકો માટે રાજકીય પક્ષોએ કમર કસી છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો પોતાના સમર્થકોના વિજયનાદ અને કેસરીયા માહોલ વચ્ચે ચૂંટણી ફોર્મ ભરી રહ્યા છે, જેના કારણે કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીઓ ખાતે ભારે ભીડ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રાજેન્દ્ર સિંહ

ભુજ નગરપાલિકાની વાત કરીએ તો ભાજપે પોતાના જૂના અને અનુભવી ચહેરાઓ પર ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વોર્ડ નંબર 6માં પૂર્વ કારોબારી ચેરમેન જલધિ વ્યાસને પક્ષ દ્વારા રિપીટ કરવામાં આવ્યા છે. તેમણે પોતાના વિશાળ સમર્થક વર્ગ સાથે રેલી સ્વરૂપે જઈને પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત, વોર્ડ નંબર 7માં રાજેન્દ્ર સિંહ જાડેજાએ ફોર્મ ભર્યું હતું. વોર્ડ નંબર 11માં બિંદીયા ઠક્કર, કમલ ગઢવી અને ધર્મેશ જોશી જેવા સક્ષમ ઉમેદવારોએ પણ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે. ભાજપના આ ઉમેદવારોએ વિજય વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પ્રજાના કામો અને સંગઠનની શક્તિને જોતા આ વખતે પણ ભગવો લહેરાશે.

જિલ્લા પંચાયતની બેઠકો પર પણ આ વખતે રસાકસી જોવા મળી રહી છે. સુખપર બેઠક પરથી ભાજપે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હરીશ ભંડેરીને ટિકિટ આપીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. હરીશ ભંડેરીનો વહીવટી અનુભવ અને પાયાના કાર્યકર તરીકેની છબી પક્ષ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ભાજપના તમામ ઉમેદવારો આ વખતે વિકાસના એજન્ડા સાથે જનતાની વચ્ચે જઈ રહ્યા છે. રસ્તા, પાણી, ગટર અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓના મુદ્દે પ્રજાના આશીર્વાદ મેળવવા ઉમેદવારો મક્કમ છે. 

ભાજપના અગ્રણીઓએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે જનતાનો સાથ અને સહકાર ફરી એકવાર ભાજપને તમામ બેઠકો પર ભવ્ય વિજય અપાવશે અને વિકાસની ગતિ અવિરત ચાલુ રહેશે.