April 7, 2026
ગુજરાત

જોજો હો, 'રૂપિયા ડબલ' કરવાની લાલચ આપતા લોકોથી છેતરાતા નહીં, કચ્છમાં સસ્તું સોનું અને નાણાં ડબલ કરી આપવાની જાળ બિછાવી છેતરપિંડીની કોશિશ કરનાર શખ્સ ઝડ્પાયો...

09:44:00 AM
Save
Apr 7, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>જોજો હો, 'રૂપિયા ડબલ' કરવાની લાલચ આપતા લોકોથી છેતરાતા નહીં, </strong></span>કચ્છમાં સસ્તું સોનું અને નાણાં ડબલ કરી આપવાની જાળ બિછાવી છેતરપિંડીની કોશિશ કરનાર શખ્સ ઝડ્પાયો...</p>

કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ડિજિટલ પ્લેટફોર્મ પર લોભામણી જાહેરાતો આપી નિર્દોષ લોકોને છેતરતી ગેંગ સક્રિય થઈ છે, ત્યારે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને એક મોટી સફળતા મળી છે. ભુજ શહેરમાં સસ્તું સોનું આપવાની અને રોકડા રૂપિયાના પાંચ ગણા કરી આપવાની લાલચ આપી લોકો સાથે ઠગાઈ કરવાની ફિરાકમાં રહેલા એક શખ્સને પોલીસે કાયદાના સકંજામાં લીધો છે. ઝડપાયેલા આરોપીની ઓળખ મોસીમ કરીમ સુમરા તરીકે થઈ છે, જે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોના પરસેવાની કમાણી હડપવાનું આયોજન કરી રહ્યો હતો.

કઈ રીતે આચારતો છેતરપિંડી?

આ ભેજાબાજ શખ્સની મોડસ ઓપરેન્ડી વિશે વાત કરીએ તો, તેણે ફેસબુક જેવા લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 'હાર્દિક પટેલ' નામે એક ફેક પ્રોફાઇલ બનાવી હતી. આ નકલી આઈડી પરથી તે અવારનવાર નોટોના બંડલો અને સોનાના બિસ્કિટના ફોટા પોસ્ટ કરતો હતો. આ પોસ્ટમાં તે એવો દાવો કરતો હતો કે જો કોઈ વ્યક્તિ એક લાખ રૂપિયા રોકાણ કરે, તો તેને બદલામાં પાંચ લાખ રૂપિયા પરત આપવામાં આવશે. આટલું જ નહીં, બજાર ભાવ કરતા ખૂબ જ સસ્તા દરે સોનું અપાવવાની લાલચ પણ તે આપતો હતો. આવી લોભામણી વાતોમાં આવીને કોઈ વ્યક્તિ તેની જાળમાં ફસાય તે પહેલા જ સતર્ક બનેલી ભુજ LCB પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો.

પોલીસની મોટી કાર્યવાહી 
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી મોસીમ સુમરા લાંબા સમયથી સોશિયલ મીડિયા પર સક્રિય હતો અને લોકોનો વિશ્વાસ જીતવા માટે વિવિધ નુસખાઓ અપનાવતો હતો. તેની પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનમાં અનેક વાંધાજનક પોસ્ટ અને છેતરપીંડી કરવા માટે તૈયાર કરાયેલું મટીરીયલ મળી આવ્યું છે. હાલમાં આ શખ્સ વિરુદ્ધ ભુજ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે કે અત્યાર સુધીમાં તેણે કેટલા લોકોને પોતાની જાળમાં ફસાવ્યા છે અથવા આ ગુનામાં તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ. પોલીસ તંત્ર દ્વારા જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર આવતી આવી કોઈ પણ અવાસ્તવિક લાલચોમાં આવવું નહીં અને શંકાસ્પદ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવો.