April 1, 2026
ગુજરાત

અંતરજાળમાં અગ્નિકાંડ: ગેસ લીકેજ થતા મકાન આગની લપેટમાં, બે લોકો દાઝ્યા

11:57:00 AM
Save
Mar 21, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>અંતરજાળમાં અગ્નિકાંડ:</strong></span> ગેસ લીકેજ થતા મકાન આગની લપેટમાં, બે લોકો દાઝ્યા</p>

કચ્છના ગાંધીધામના અંતરજાળ વિસ્તારમાં આજે વહેલી સવારે આગની એક દુર્ઘટના ઘટતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. અંતરજાળની મંગળ વિલા સોસાયટીમાં આવેલી એક રહેણાંક મકાનમાં ગેસ લીકેજના કારણે અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં મકાનમાં હાજર બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે જ્યારે સોસાયટીના રહીશો નિદ્રાધીન હતા, ત્યારે મંગળ વિલા સોસાયટીના એક મકાનમાં ગેસ લીકેજના કારણે એકાએક આગ લાગી હતી.

જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા મકાનમાં રહેલા ઘરવખરીના સામાનને મોટું નુકસાન પહોંચ્યું હતું. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોઈ આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને તંત્રને જાણ કરી હતી. આગની લપેટમાં આવતા મકાનમાં રહેતા બે લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. સ્થાનિક લોકો અને ફાયર વિભાગની મદદથી બંને ઈજાગ્રસ્તોને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ થતા જ ગાંધીધામ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સમયસૂચકતા વાપરતા આગ વધુ પ્રસરે તે પહેલાં જ ઠારી દેવામાં આવી હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. પ્રાથમિક તપાસમાં ગેસ સિલિન્ડર કે પાઈપલાઈનમાં લીકેજના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે.